લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

Groundwater : ગુજરાતમાં ભૂગર્ભજળનું સંકટ ઘેરાયું! 22થી વધુ તાલુકામાં બેફામ ઉપયોગ, કયા વિસ્તારો સૌથી વધુ જોખમમાં?

by

Thenewsdk

Updated: 10-08-2026, 02.07 PM

Follow us:

રાજ્યના મોટા ભાગના તાલુકાઓમાં ભૂગર્ભજળની સ્થિતિ હાલમાં સલામત હોવાનું જણાવાયું છે, પરંતુ અનેક તાલુકાઓમાં પાણીના વધુ પડતા ઉપાડને કારણે સ્થિતિ ગંભીર બની રહી છે. અહેવાલ મુજબ કેટલાક તાલુકાઓને ‘સેમિ-ક્રિટિકલ’ અને કેટલાકને ‘ક્રિટિકલ’ શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે.

કયા વિસ્તારોમાં ભૂગર્ભજળનો વધુ ઉપયોગ?
અહેવાલ અનુસાર બનાસકાંઠા, દાંતીવાડા, ડીસા, દિયોદર, કાંકરેજ, વડગામ, દહેગામ, ગાંધીનગર, માણસા, કલોલ, પાટણ, ચાણસ્મા, મહેસાણા, બહેચરાજી, ખેરાલુ, બાવળા અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં ભૂગર્ભજળના વધુ પડતા ઉપાડ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ખેતી માટેના બોરવેલ, ઔદ્યોગિક ઉપયોગ અને અન્ય જરૂરિયાતો માટે સતત ભૂગર્ભજળ ખેંચવામાં આવતાં કુદરતી રિચાર્જની પ્રક્રિયા પર પણ અસર પડી રહી છે.

કેટલાક તાલુકાઓ ‘ક્રિટિકલ’ શ્રેણીમાં
સરકારી આંકડા મુજબ રાજ્યના 31 તાલુકાઓને ‘સેમિ-ક્રિટિકલ’ એટલે કે અર્ધ-જોખમી શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે, જ્યારે 3 તાલુકાઓ ‘ક્રિટિકલ’ શ્રેણીમાં છે. આ વિસ્તારોમાં ભૂગર્ભજળના ઉપયોગ અને ઉપલબ્ધતા વચ્ચેનું સંતુલન જાળવવું પડકારરૂપ બની રહ્યું છે. ભૂગર્ભજળનો ઉપાડ સતત વધતો રહેશે અને તેની સામે પૂરતું રિચાર્જ નહીં થાય તો આગામી વર્ષોમાં પાણીની ઉપલબ્ધતા પર ગંભીર અસર થઈ શકે છે.

12 તાલુકામાં પાણીમાં ખારાશની ચિંતા
ભૂગર્ભજળના સ્તરમાં ઘટાડા સાથે કેટલાક વિસ્તારોમાં પાણીની ગુણવત્તા અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત સહિતના આશરે 12 તાલુકાઓમાં ભૂગર્ભજળમાં ક્ષારનું પ્રમાણ વધવાની સમસ્યા નોંધાઈ છે. ભૂગર્ભજળનું સ્તર ઘટતાં કેટલાક વિસ્તારોમાં ક્ષારયુક્ત પાણી જમીનમાં પ્રવેશવાની શક્યતા વધી શકે છે, જેના કારણે પીવાના પાણીની ગુણવત્તા પણ પ્રભાવિત થઈ શકે છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤