યશના જણાવ્યા અનુસાર ગર્ભવતી હોવા છતાં કિયારાએ ફિલ્મ માટે જે રીતે મહેનત કરી છે તે ખરેખર પ્રશંસાને પાત્ર છે. યશે કિયારાનો આભાર માનતા કહ્યું કે, તેની આકરી મહેનતે આ ફિલ્મને વધુ ખાસ બનાવી દીધી છે. ઈવેન્ટ દરમિયાન જ્યારે યશને કિયારા સાથે કામ કરવાનો અનુભવ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, “તે એક પ્રોફેશનલ એક્ટ્રેસ છે.
જ્યારે તે ફિલ્મ સાથે જોડાઈ ત્યારે હું થોડો ચિંતિત હતો, કારણ કે તેનો રોલ ખૂબ જ ડિમાન્ડિંગ હતો. શૂટિંગ પણ મુશ્કેલ હતું. મેં કિયારાને પૂછ્યું હતું કે શું તેણે પહેલાં ક્યારેય રેન સિકવન્સ (વરસાદમાં શૂટિંગ) કર્યું છે? તેણે ના પાડી, તેમ છતાં તેણે જે સમર્પણ બતાવ્યું તેનાથી હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો.”
‘હું અને ડાયરેક્ટર બાઉન્સર બનીને સાથે રહેતા’
કિયારાની પ્રેગ્નન્સી જર્ની વિશે વાત કરતા યશે કહ્યું, “ગર્ભવતી હોવા છતાં તેણે 100 ટકા કમિટમેન્ટ સાથે શૂટિંગ પૂરું કર્યું. શૂટિંગ દરમિયાન હું અને ડાયરેક્ટર ગીતુ મોહનદાસ કિયારા માટે સતત ચિંતિત રહેતા હતા. અમે સેટ પર બાઉન્સર અને બોડીગાર્ડની જેમ તેનું ધ્યાન રાખતા હતા. થેન્ક્યૂ કિયારા, આ મુવી ખૂબ સ્પેશિયલ છે.”
ટ્રોલર્સને નકારીને કામ પર ફોકસ રાખ્યું
ફિલ્મ ‘ટોક્સિક’માં કિયારાનો રોલ ખૂબ જ પ્રોમિસિંગ છે. ફિલ્મમાં યશ સાથેના તેના કેટલાક ઈન્ટિમેટ સીન્સને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ પણ થયો હતો અને લગ્ન તથા પ્રેગ્નન્સી બાદ આવા સીન્સ કરવા બદલ તેને ટ્રોલ પણ કરવામાં આવી હતી.
જોકે, કિયારાએ આ તમામ ટ્રોલ્સને બાજુ પર રાખીને પોતાના કામ પર ધ્યાન આપ્યું હતું. ડિસેમ્બર 2025માં કિયારાએ ખુલાસો કર્યો હતો કે, તેણે પ્રેગ્નન્સી દરમિયાન લગભગ 7 મહિના સુધી સતત કામ કર્યું હતું.
શરૂઆતમાં માત્ર ડાયરેક્ટર ગીતુ મોહનદાસ અને પ્રોડ્યુસરને જ તેની પ્રેગ્નન્સી વિશે ખબર હતી. કિયારાના શૂટિંગ શિડ્યુલને કારણે ફિલ્મની રિલીઝ તારીખ પર પણ અસર પડી હતી. હવે આ ફિલ્મ 26 ઓગસ્ટે થિેટર્સમાં ધમાકો કરવા જઈ રહી છે.
Leave a Comment