લોડ થઈ રહ્યું છે...
--:--:--

ટેકનોલોજી

Samsung Indiaમાં Job Cutથી ખળભળાટ! 80-100 કર્મચારીઓને છોડવા કહેવાયું, મેમરી ચિપના વધતા ભાવ બન્યા મોટું કારણ

by

Thenewsdk

Updated: 08-09-2026, 03.47 PM

Follow us:

સેમસંગના આ નિર્ણય પાછળ વધતી કોસ્ટ અને નબળા વેચાણને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક સમય દરમિયાન મેમરી ચિપની કિંમતમાં બે ગણાથી વધુ વધારો થયો હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે. મેમરી ચિપની કિંમત વધવાથી ટીવી અને અન્ય ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સના ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે,

જેના કારણે કંપની માટે ઓછા ભાવે પ્રોડક્ટ વેચીને અગાઉ જેવો નફાનો માર્જિન જાળવવો મુશ્કેલ બન્યો છે. આ ઉપરાંત ભારતીય રૂપિયામાં આવેલી નબળાઈની પણ કંપની પર અસર પડી છે.

સેમસંગના અનેક પ્રોડક્ટ્સમાં ઉપયોગમાં લેવાતા ઇમ્પોર્ટેડ કમ્પોનન્ટ્સ મોંઘા થતાં કુલ ઉત્પાદન ખર્ચ વધ્યો છે. પરિણામે કંપની ખર્ચ ઘટાડવા અને ઓપરેશનને વધુ કાર્યક્ષમ બનાવવાના પ્રયાસો કરી રહી છે.

સેલ્સ-માર્કેટિંગ ટીમના 25% કર્મચારીઓ પર અસરની શક્યતા
અહેવાલ મુજબ સેમસંગના ઇલેક્ટ્રોનિક્સ બિઝનેસની સેલ્સ અને માર્કેટિંગ ટીમમાં આશરે 550થી 600 અધિકારીઓ છે. આ ટીમના લગભગ 25 ટકા કર્મચારીઓ પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

તેમાં કંપનીના ડાયરેક્ટ કર્મચારીઓ ઉપરાંત ઓફ-રોલ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. નોકરીમાંથી છૂટા કરવામાં આવી રહેલા કર્મચારીઓને કંપની તરફથી સર્વન્સ પેકેજ આપવામાં આવી રહ્યું છે.

અહેવાલ મુજબ કર્મચારીઓને આશરે ત્રણ મહિનાનો પગાર ઉપરાંત દરેક એક વર્ષની સર્વિસ માટે એક મહિનાની વધારાની સેલેરી આપવામાં આવી રહી છે. કંપની કેટલાક રિજનલ ઓફિસને એકીકૃત કરીને ખર્ચ ઘટાડવાની પણ તૈયારી કરી રહી છે.

સ્માર્ટફોન બિઝનેસને હાલ છટણીથી દૂર રાખવામાં આવ્યો
હાલની છટણી મુખ્યત્વે ટીવી અને હોમ એપ્લાયન્સ બિઝનેસ સુધી મર્યાદિત હોવાનું કહેવાય છે. સ્માર્ટફોન બિઝનેસને હાલ આ છટણીથી અલગ રાખવામાં આવ્યો છે. સેમસંગને આગામી ફેસ્ટિવ સીઝન અને દિવાળી દરમિયાન સ્માર્ટફોનના વેચાણમાં તેજી આવવાની આશા છે.

જોકે, ભારતના સ્માર્ટફોન માર્કેટમાં પણ વેચાણનું વોલ્યુમ વાર્ષિક ધોરણે લગભગ 11થી 12 ટકા ઘટ્યું હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.

દિવાળી બાદ વધુ ફેરફારની શક્યતા
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે, કે દિવાળી બાદ સેમસંગ ઇન્ડિયાના ટીવી અને હોમ એપ્લાયન્સ બિઝનેસમાં વર્કફોર્સને લઈને વધુ ફેરફાર થઈ શકે છે. એટલે આગામી સમયમાં કેટલાક અન્ય કર્મચારીઓ પર પણ છટણીની અસર પડી શકે છે.

જો, કે સેમસંગ ઇન્ડિયાનો સમગ્ર બિઝનેસ નબળી સ્થિતિમાં છે એવું નથી. કંપનીનું ઓવરઓલ પરફોર્મન્સ મજબૂત હોવાનું જણાવવામાં આવે છે. હાલની છટણીને મુખ્યત્વે ટીવી અને હોમ એપ્લાયન્સમાં વધતી કોસ્ટ, નબળા વેચાણ અને પ્રોફિટ માર્જિન જાળવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

વાયરલ વીડિયોમાં રાખીને સવાલ પૂછવામાં આવ્યો હતો કે, ‘હિન્દુ ધર્મમાં એવી શું ખામી હતી કે તમે ધર્મ બદલી નાખ્યો?’ તેના જવાબમાં રાખીએ કહ્યું કે હિન્દુ ધર્મમાં ક્યારેય કોઈ ખામી નહોતી અને હોઈ પણ ન શકે. તેણે જણાવ્યું કે તેણે મુસ્લિમ વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા અને નિકાહની પ્રક્રિયા દરમિયાન તેણે ઈસ્લામ કબૂલ કર્યો હતો. રાખીએ વધુમાં કહ્યું કે તે પોતાને નસીબદાર માને છે કે તેને મક્કા-મદીનાનો બુલાવો આવ્યો. તલાક બાદ પણ ઈસ્લામમાં વિશ્વાસ હોવાનો દાવો આદિલ ખાન દુર્રાની સાથે લગ્ન તૂટ્યા બાદ પણ રાખી પોતાને ઈસ્લામ સાથે જોડાયેલી માને છે. તે અલ્લાહમાં વિશ્વાસ રાખતી હોવાનું કહે છે અને અગાઉ મક્કા-મદીના ઉમરાહ માટે પણ જઈ ચૂકી છે. આ દરમિયાન તેણે સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો પણ શેર કર્યા હતા. આદિલ ખાન સાથેનું લગ્નજીવન રહ્યું વિવાદોમાં રાખી સાવંત અને આદિલ ખાન દુર્રાનીનું અલગ થવું પણ ભારે વિવાદોમાં રહ્યું હતું. બંનેએ મીડિયા અને સોશિયલ મીડિયા પર એકબીજા સામે અનેક આક્ષેપો કર્યા હતા. રાખીએ આદિલ પર મારપીટ, છેતરપિંડી અને પૈસાની હેરાફેરી સહિતના ગંભીર આરોપો લગાવ્યા હતા. આદિલે આ આરોપોને નકારી કાઢ્યા હતા; બંને વચ્ચેના વિવાદને લઈને કાયદાકીય કાર્યવાહી પણ થઈ હતી. બે લગ્ન બાદ હવે સિંગલ છે રાખી રાખી સાવંતની લવ લાઇફ હંમેશાં ચર્ચામાં રહી છે. રિતેશ બાદ આદિલ ખાન દુર્રાની સાથેનો સંબંધ પણ તૂટ્યો અને હવે તે સિંગલ છે. જો, કે પોતાના બેબાક નિવેદનો અને અનોખા અંદાજને કારણે રાખી સતત સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.

Created with ❤