આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)ના નિયમો અનુસાર આધારની કેટલીક વિગતોમાં ફેરફાર કરવા માટે મર્યાદા નક્કી કરવામાં આવી છે. જોકે કેટલીક વિગતો જરૂરિયાત મુજબ વારંવાર અપડેટ કરી શકાય છે. જાણો કઈ માહિતી કેટલી વાર બદલી શકાય છે.
સરનામું: બદલવાની કોઈ મર્યાદા નથી
આધાર કાર્ડમાં સરનામું બદલવા માટે કોઈ નિશ્ચિત મર્યાદા નક્કી કરવામાં આવી નથી. જો તમે વારંવાર શહેર કે ઘર બદલો છો, તો જરૂરી દસ્તાવેજોના આધારે નવું સરનામું અપડેટ કરાવી શકો છો.
નામ: માત્ર બે વાર બદલવાની તક
આધારમાં નામમાં ફેરફાર કરવા માટે સામાન્ય રીતે મહત્તમ બે વખત અપડેટની મંજૂરી આપવામાં આવે છે. તેથી નામ બદલતી વખતે સ્પેલિંગ અને અન્ય વિગતો ખાસ ધ્યાનથી તપાસવી જરૂરી છે.
જન્મતારીખ: માત્ર એક વખત સુધારો
આધાર કાર્ડમાં જન્મતારીખમાં સુધારો કરવાની સામાન્ય મર્યાદા એક વખત છે. જન્મતારીખ બદલવા માટે માન્ય અને જરૂરી દસ્તાવેજો રજૂ કરવા પડે છે.
મોબાઈલ નંબર અને ઈ-મેઈલ: કોઈ નિશ્ચિત મર્યાદા નહીં
મોબાઈલ નંબર અથવા ઈ-મેઈલ આઈડી બદલવા માટે સામાન્ય રીતે કોઈ નિશ્ચિત સંખ્યાત્મક મર્યાદા નથી. જૂનો મોબાઈલ નંબર બંધ થઈ ગયો હોય અથવા નવો નંબર ઉપયોગમાં લેવાતો હોય તો તેને આધાર સાથે અપડેટ કરાવી શકાય છે.
આધારમાં સરનામું કેવી રીતે અપડેટ કરવું?
સરનામું બદલવા માટે myAadhaar પોર્ટલ મારફતે પ્રક્રિયા કરી શકાય છે. પોર્ટલ પર લોગિન કર્યા બાદ Update Address વિકલ્પ પસંદ કરીને નવું સરનામું દાખલ કરવું અને જરૂરી માન્ય દસ્તાવેજ અપલોડ કરવો પડે છે. અરજી સબમિટ કર્યા બાદ UIDAI દ્વારા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવે છે. અપડેટ પ્રક્રિયામાં કેટલોક સમય લાગી શકે છે.
મોબાઈલ નંબર બદલવા માટે શું કરવું?
આધાર સાથે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર બદલવા માટે આધાર સેવા કેન્દ્રની મુલાકાત લેવાની જરૂર પડી શકે છે. ત્યાં જરૂરી વેરિફિકેશન બાદ નવો મોબાઈલ નંબર આધાર સાથે લિંક કરી શકાય છે.




Leave a Comment