વાયરલ વીડિયોમાં રાખીને સવાલ પૂછવામાં આવ્યો હતો કે, ‘હિન્દુ ધર્મમાં એવી શું ખામી હતી કે તમે ધર્મ બદલી નાખ્યો?’ તેના જવાબમાં રાખીએ કહ્યું કે હિન્દુ ધર્મમાં ક્યારેય કોઈ ખામી નહોતી અને હોઈ પણ ન શકે. તેણે જણાવ્યું કે તેણે મુસ્લિમ વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા અને નિકાહની પ્રક્રિયા દરમિયાન તેણે ઈસ્લામ કબૂલ કર્યો હતો. રાખીએ વધુમાં કહ્યું કે તે પોતાને નસીબદાર માને છે કે તેને મક્કા-મદીનાનો બુલાવો આવ્યો.
તલાક બાદ પણ ઈસ્લામમાં વિશ્વાસ હોવાનો દાવો
આદિલ ખાન દુર્રાની સાથે લગ્ન તૂટ્યા બાદ પણ રાખી પોતાને ઈસ્લામ સાથે જોડાયેલી માને છે. તે અલ્લાહમાં વિશ્વાસ રાખતી હોવાનું કહે છે અને અગાઉ મક્કા-મદીના ઉમરાહ માટે પણ જઈ ચૂકી છે. આ દરમિયાન તેણે સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો પણ શેર કર્યા હતા.
આદિલ ખાન સાથેનું લગ્નજીવન રહ્યું વિવાદોમાં
રાખી સાવંત અને આદિલ ખાન દુર્રાનીનું અલગ થવું પણ ભારે વિવાદોમાં રહ્યું હતું. બંનેએ મીડિયા અને સોશિયલ મીડિયા પર એકબીજા સામે અનેક આક્ષેપો કર્યા હતા. રાખીએ આદિલ પર મારપીટ, છેતરપિંડી અને પૈસાની હેરાફેરી સહિતના ગંભીર આરોપો લગાવ્યા હતા. આદિલે આ આરોપોને નકારી કાઢ્યા હતા; બંને વચ્ચેના વિવાદને લઈને કાયદાકીય કાર્યવાહી પણ થઈ હતી.
બે લગ્ન બાદ હવે સિંગલ છે રાખી
રાખી સાવંતની લવ લાઇફ હંમેશાં ચર્ચામાં રહી છે. રિતેશ બાદ આદિલ ખાન દુર્રાની સાથેનો સંબંધ પણ તૂટ્યો અને હવે તે સિંગલ છે. જો, કે પોતાના બેબાક નિવેદનો અને અનોખા અંદાજને કારણે રાખી સતત સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.



