Whatsapp new features iphone : Whatsapp તરફથી નવા ફીચર્સની જાહેરાત કરવામાં આવી છે, જેમાં કુલ સાત ફીચર્સ સામેલ છે. આ ફીચર્સ વિશેની માહિતી Wabetainfo દ્વારા શેર કરવામાં આવી છે. નવા અપડેટ હેઠળ યુઝર્સ માટે ચેટ મેનેજમેન્ટ અને અલગ-અલગ ડિવાઇસ પર કન્ટેન્ટ મેનેજમેન્ટ વધુ સરળ બનાવવામાં આવ્યું છે.
Whatsappના નવા અપડેટ હેઠળ યુઝર્સને કુલ 7 નવા ફીચર્સ મળશે. તેમાં સ્ટોરેજ મેનેજમેન્ટ, એકાઉન્ટ મેનેજમેન્ટ, મેસેજિંગ ટૂલ્સ અને AI આધારિત સુધારા સામેલ છે. જાણો એક પછી એક બધા ફીચર્સ વિશે માહિતી.
સ્પેસ ખાલી કરવું હવે સરળ
વોટ્સએપે નવા સ્ટોરેજ ટૂલ્સ રજૂ કર્યા છે, જેના ઉપયોગથી યુઝર્સ કોઈ પણ એક ચેટમાં રહેલી મોટી ફાઇલ્સને શોધીને ડિલીટ કરી શકશે. હવે આખી ચેટ ડિલીટ કરવાની જરૂર નહીં પડે. યુઝર્સ ઇચ્છે તો માત્ર મીડિયા ફાઇલ્સ કાઢી શકે છે અને ટેક્સ્ટ મેસેજીસ સુરક્ષિત રાખી શકે છે.
ચેટ ટ્રાન્સફર વધુ સરળ બન્યું
વોટ્સએપે ચેટ હિસ્ટ્રી ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા સરળ બનાવી છે. હવે યુઝર્સ iOS અને Android વચ્ચે સરળતાથી ચેટ ટ્રાન્સફર કરી શકશે. ખાસ વાત એ છે કે ક્લાઉડ બેકઅપ વગર પણ મેસેજ, ફોટોઝ અને વીડિયો સીધા ટ્રાન્સફર કરી શકાશે. તેના માટે એક સરળ પ્રક્રિયા અનુસરવી પડશે.
iPhone પર મળ્યું મલ્ટી એકાઉન્ટ ફીચર
હવે iPhone માટે મલ્ટિપલ એકાઉન્ટ સપોર્ટ ઉપલબ્ધ થયો છે, જેના દ્વારા યુઝર્સ એક જ એપમાં બે નંબરનો ઉપયોગ કરી શકશે. તેમાં એકાઉન્ટ લોગઆઉટ કરવાની જરૂર નથી, ફક્ત સ્વિચ કરી શકાય છે. ટેબ બારમાં પ્રોફાઇલ ફોટો દેખાશે, જેથી ખબર પડશે કે કયું એકાઉન્ટ એક્ટિવ છે. આથી પર્સનલ અને વર્ક એકાઉન્ટ અલગથી સરળતાથી મેનેજ કરી શકાશે.
Meta AI સાથે ફોટો એડિટિંગ સુવિધા
Whatsappમાં મળતા Meta AIની મદદથી હવે ફોટો એડિટિંગ પણ કરી શકાશે. યુઝર્સ ફોટામાંથી અનાવશ્યક વસ્તુઓ દૂર કરી શકશે, બેકગ્રાઉન્ડ બદલી શકશે અને વિવિધ સ્ટાઇલ્સ લાગુ કરી શકશે. શરૂઆતમાં આ ફીચર થોડા યુઝર્સ માટે જ ઉપલબ્ધ રહેશે.
AI રાઇટિંગ હેલ્પ ફીચર
રાઇટિંગ હેલ્પ ફીચર યુઝરના કોન્ટેક્ટના આધાર પર મેસેજ સૂચનો આપશે. તે વધુ યોગ્ય અને સચોટ જવાબ માટે સૂચનો પણ આપશે. આ ફીચરમાં યુઝર્સની પ્રાઇવસીનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે.


Leave a Comment