લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

રામ ગોપાલ વર્મા દયા નાયકની બાયોપિક બનાવે તેવી ચર્ચા | Rumor has that Ram Gopal Varma will make a biopic on Daya Nayak

by

Thenewsdk

Updated: 19-06-2026, 06.40 AM

Follow us:

રામ ગોપાલ વર્મા દયા નાયકની બાયોપિક બનાવે તેવી ચર્ચા | Rumor has that Ram Gopal Varma will make a biopic on Daya Nayak



photo 1781800179799

‘સત્યા’ અને ‘કંપની’ જેવી સફળ ક્રાઇમ થ્રીલર્સ આપનારા રામ ગોપાલ વર્મા ફરી એકવાર ક્રાઇમ થ્રીલર બનાવી રહ્યા હોવાની ચર્ચા છે. આ વખતે રામ ગોપાલ વર્મા એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ દયા નાયકની બાયોપિક બનાવવા માટે થનગની રહ્યા છે. હાલ આ ફિલ્મની પટકથા ડેવલપ કરવામાં આવી રહી છે.  મુંબઇના અંડરવર્લ્ડ વિશે સફળ ફિલ્મ બનાવનારા રામ ગોપાલ વર્માએ ૨૦૦૨માં ‘કંપની’ નામની ફિલ્મ બનાવી હતી. અજય દેવગણ, વિવેક ઓબેરોય અને મોહનલાલને લઇને બનાવવામાં આવેલી કંપની ફિલ્મની સફળતાને ધ્યાનમાં રાખી ૨૦૧૦માં પણ ‘કંપની ટુ’ ફિલ્મ બનાવવાની ચર્ચા થઇ હતી. હવે સવાલ એ છે કે દયા નાયકની ફિલ્મ અલગ હશે કે તે પણ કંપની યુનિવર્સનો હિસ્સો હશે એ અટકળનો વિષય છે. 

હાલ જે રીતે જાતજાતના યુનિવર્સ બનાવી સફળ ફિલ્મોનો કસ કાઢવાનો ધંધો ચાલ્યો છે તે જોતાં રામગોપાલ વર્મા પણ તેમની કંપનીનું યુનિવર્સ બનાવે તો તેમાં કોઇ નવાઇ નથી. રામ ગોપાલ વર્માની ૨૦૨૪માં ‘વ્યૂહમ’ આવ્યા પછી કોઇ ફિલ્મ આવી નથી.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤