લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

રણવીર ડોન થ્રી વિવાદ વિશે દોઢ વર્ષ સુધી મૌન રહેશે | Ranveer will remain silent for a year and a half about the Don 3 controversy

by

Thenewsdk

Updated: 20-06-2026, 05.40 AM

Follow us:

રણવીર ડોન થ્રી વિવાદ વિશે દોઢ વર્ષ સુધી મૌન રહેશે | Ranveer will remain silent for a year and a half about the Don 3 controversy



photo 1781884546629

મુંબઈ : રણવીર સિંહ ‘ડોન થ્રી’ના વિવાદ અંગે દોઢ વર્ષ મૌન સેવવાનો છે. આ વિવાદ અંગે તેણે ચૂપકિદી  સેવવાનું  પસંદ કર્યુ છે. 

આ વર્ષના બોલિવૂડના સૌથી મોટા વિવાદનો હીરો રણવીરસિંહ હવે ચૂપચાપ કામે વળગી ગયો છે. ફરહાન અખ્તરની ‘ડોન થ્રી’ના વિવાદને પગલે તેના પર ૪૫ કરોડ રૂપિયાનું વળતર ચૂકવવા માટે દાવો કરવામાં આવ્યો હતો. એ પછી ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પલોયીઝ દ્વારા રણવીરસિંહનો બહિષ્કાર કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો જો કે તેને બાદમાં પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. 

સૂત્રોના જણાવ્યા અનુસાર રણવીરસિંહ હવે હંસલ મહેતાના પુત્ર જય મહેતાની આગામી ફિલ્મ ‘પ્રલય’ની તૈયારીમાં વ્યસ્ત થઇ ગયો છે. એક દાવા અનુસાર  તે હવે ડોન થ્રી વિવાદ વિશે દોઢ વર્ષ સુધી કશું બોલશે નહીં. તે આ મામલે કોઇ ઇન્ટરવ્યૂ પણ આપશે નહીં. 

‘પ્રલય’ની  પટકથાને અંતિમ ઓપ અપાઇ ચૂક્યો છે અને ટૂંક સમયમાં તેનું શૂટિંગ શરૂ થશે. રણવીરસિંહ તેની આ આગામી ફિલ્મ રજૂ ન થઇ જાય ત્યાં સુધી મોં ખોલવા માંગતો નથી.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤