લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

રેલવે મુસાફરો માટે મોટા સમાચાર! અમદાવાદ-પાલનપુર રૂટ પર બ્લોકના કારણે 18 ટ્રેનોના રૂટમાં ફેરફાર, 10 રદ અને 8 ડાયવર્ટ

by

Thenewsdk

Updated: 13-08-2026, 12.03 PM

Follow us:

અમદાવાદ-પાલનપુર રેલવે વિભાગમાં ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમના કમિશનિંગની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી 14 ઓગસ્ટે નોન-ઇન્ટરલોકિંગ બ્લૉક લેવામાં આવશે.

આ કામગીરી આંબલિયાસણ-જગુદણ-મહેસાણા-ભાંડુ મોટીદાઉ વચ્ચેના રેલવે સેક્શનમાં કરવામાં આવશે. બ્લૉકને કારણે આ રૂટ પરથી પસાર થતી કેટલીક ટ્રેનોના સંચાલનમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

પશ્ચિમ રેલવે દ્વારા 10 ટ્રેનો સંપૂર્ણપણે રદ, કેટલીક ટ્રેનો આંશિક રીતે રદ અને 8 ટ્રેનોને વૈકલ્પિક રૂટ પરથી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત કેટલીક ટ્રેનોના સ્ટોપેજ પણ એક દિવસ માટે રદ કરવામાં આવ્યા છે.

10 ટ્રેનો સંપૂર્ણપણે રદ

14 ઓગસ્ટે નીચેની 10 ટ્રેનોનું સંચાલન સંપૂર્ણપણે રદ રહેશે:

  • 09433-34 સાબરમતી-પાટણ ડેમુ
  • 69207-08 ગાંધીનગર-વરેઠા મેમુ
  • 09437-38 મહેસાણા-આબુ ડેમુ
  • 09431-32 સાબરમતી-મહેસાણા ડેમુ
  • 09509-10 મહેસાણા-વીરમગામ
  • 09481-82 મહેસાણા-ભીલડી
  • 09475-76 મહેસાણા-પાટણ
  • 09435-36 સાબરમતી-પાટણ ડેમુ
  • 09483-84 મહેસાણા-પાટણ
  • 09511-12 મહેસાણા-વીરમગામ

કેટલીક ટ્રેનો આંશિક રીતે રદ રહેશે

બ્લૉકના કારણે કેટલીક ટ્રેનો તેમના સંપૂર્ણ રૂટ પર નહીં દોડે.

  • ટ્રેન નં. 14821-22 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ: આબુ રોડ અને સાબરમતી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  • ટ્રેન નં. 20959-60 વલસાડ-વડનગર ઈન્ટરસિટી એક્સપ્રેસ: ગાંધીનગર કેપિટલ અને વડનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

8 ટ્રેનો વૈકલ્પિક રૂટ પરથી દોડશે

રેલવે કામગીરીને કારણે નીચેની ટ્રેનોને તેમના નિયમિત રૂટને બદલે ડાયવર્ટ કરાયેલા માર્ગ પરથી ચલાવવામાં આવશે:

  • 20486 – સાબરમતી-જેસલમેર
  • 04173 – પ્રયાગરાજ-વેરાવળ
  • 14807 – જોધપુર-દાદર
  • 19408 – લાલગઢ-સાબરમતી
  • 20953 – ભગત કી કોઠી-એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ
  • 19031-32 – સાબરમતી-યોગનગરી ઋષિકેશ
  • 19412 – દૌલતપુર ચોક-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ

સિદ્ધપુર અને ઊંઝા સ્ટેશનનું સ્ટોપેજ પણ રદ
14 ઓગસ્ટે ટ્રેન નં. 19031-32 સાબરમતી-યોગનગરી ઋષિકેશ અને ટ્રેન નં. 19412 દૌલતપુર ચોક-ગાંધીનગર કેપિટલનું સિદ્ધપુર અને ઊંઝા સ્ટેશન પરનું સ્ટોપેજ પણ એક દિવસ માટે રદ કરવામાં આવ્યું છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤