લોડ થઈ રહ્યું છે...
--:--:--

ટેકનોલોજી

ChatGPT સામે ગંભીર કેસ! સ્કૂલ ફાયરિંગના આરોપી સાથે જોડાયેલા ચેટને લઈને OpenAI સામે કોર્ટમાં કેસ

by

Thenewsdk

Updated: 22-09-2026, 02.06 PM

Follow us:

ChatGPT સાથેના કેટલાક સંવાદો અંગે કંપનીની સેફ્ટી ટીમને ચિંતા થઈ હતી, છતાં પોલીસને જાણ કરવામાં આવી નહોતી. બ્રિટિશ કોલંબિયા સરકારે આ મામલે નુકસાનની ભરપાઈ ઉપરાંત AIની સેફ્ટી પ્રક્રિયામાં ફેરફાર કરવાની પણ માંગ કરી છે.

21 સપ્ટેમ્બરે સાન ફ્રાન્સિસ્કો કોર્ટમાં કેસ
આ કેસ 21 સપ્ટેમ્બર 2026ના રોજ સાન ફ્રાન્સિસ્કોની ફેડરલ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે. બ્રિટિશ કોલંબિયા સરકારનો આરોપ છે કે OpenAIને હુમલાખોરના હિંસા અને હથિયારો સંબંધિત સંવાદો અંગે ચેતવણી મળી હતી. ફરિયાદમાં કંપની પર બેદરકારીનો આરોપ મૂકવામાં આવ્યો છે અને હિંસાની ધમકી ધરાવતા ચેટ્સને ઓળખવા તથા તેમના પર યોગ્ય કાર્યવાહી કરવાની પ્રક્રિયામાં સુધારો કરવાની માંગ કરવામાં આવી છે.

ટમ્બલર રિજ ફાયરિંગમાં 8 લોકોનાં મોત
10 ફેબ્રુઆરી 2026ના રોજ બ્રિટિશ કોલંબિયાના ટમ્બલર રિજમાં ગોળીબારની ઘટના બની હતી. RCMP અનુસાર, ટમ્બલર રિજ સેકન્ડરી સ્કૂલમાં છ લોકોનાં મોત થયા હતા, જ્યારે હુમલાખોરના ઘરમાં બે લોકો મૃત મળી આવ્યા હતા. હુમલામાં માર્યા ગયેલા લોકોમાં પાંચ વિદ્યાર્થીઓ અને એક શિક્ષણ સહાયકનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. હુમલાખોર 18 વર્ષની જેસી વેન રૂટસેલાર હતી અને તેનું પણ ઘટનામાં મોત થયું હતું. પોલીસના જણાવ્યા મુજબ, હુમલાખોરે સ્કૂલમાં ગોળીબાર કરતા પહેલાં પોતાના નિવાસસ્થાને તેની માતા અને 11 વર્ષના સાવકા ભાઈની હત્યા કરી હતી. ત્યારબાદ તે ટમ્બલર રિજ સેકન્ડરી સ્કૂલ પહોંચી હતી, જ્યાં વિદ્યાર્થીઓ અને શિક્ષણ કર્મચારીને નિશાન બનાવવામાં આવ્યા હતા.

ChatGPTના સંવાદોને લઈને શું આરોપ છે?
કેસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે હુમલાખોરના ChatGPT એકાઉન્ટ સાથે જોડાયેલા સંવાદો કંપનીની સેફ્ટી સિસ્ટમની નજરમાં આવ્યા હતા અને તેમાં હિંસા તથા હથિયારો સંબંધિત ચર્ચા હતી. અહેવાલો મુજબ, એક એકાઉન્ટ ડિએક્ટિવેટ થયા બાદ હુમલાખોરે નવું એકાઉન્ટ બનાવીને ChatGPTનો ઉપયોગ ચાલુ રાખ્યો હત.

બ્રિટિશ કોલંબિયા સરકારનો મુખ્ય સવાલ એ છે કે કંપની પાસે જોખમ અંગેની માહિતી હોવા છતાં પોલીસને જાણ કેમ કરવામાં આવી નહીં. OpenAIએ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે અને સત્તાવાળાઓ સાથે સહકાર તથા પોતાની સેફ્ટી વ્યવસ્થામાં સુધારા માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ કેસમાં કરવામાં આવેલા આક્ષેપો અંગે અંતિમ કાનૂની નિર્ણય હજુ આવ્યો નથી.

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤