લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

‘દ્રશ્યમ 3’ની કમાણીનો તોફાન ચાલુ! સોમવારના કલેક્શનમાં પણ જમાવ્યો સિક્કો, ‘ધ વન’ સહિત કોની કેટલી કમાણી?

by

Thenewsdk

Updated: 06-10-2026, 10.48 AM

Follow us:

અજય દેવગન સ્ટારર સસ્પેન્સ થ્રિલર ફિલ્મ ‘દ્રશ્યમ 3’ આ કસોટીમાં સંપૂર્ણપણે ખરી ઉતરી છે. રિલીઝના પ્રથમ ત્રણ દિવસમાં વીકએન્ડ પર ધૂમ મચાવ્યા બાદ સોમવારે પણ થિયેટરોમાં પ્રેક્ષકોની ભારે ભીડ જોવા મળી હતી.

આ ફિલ્મે ચોથા દિવસે એટલે કે સોમવારે અંદાજે ₹21 કરોડની તગડી કમાણી કરીને બોક્સ ઓફિસ પર તહેલકો મચાવી દીધો છે. આ સાથે જ ફિલ્મનું 4 દિવસનું કુલ ભારતીય નેટ કલેક્શન ₹197.50 કરોડ સુધી પહોંચી ગયું છે.

સિદ્ધાર્થ-તમન્નાની ‘ધ વન’ ની કમાણીમાં બીજા સોમવારે ઘટાડો
સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની મુખ્ય ભૂમિકા ધરાવતી ફિલ્મ ‘ધ વન’ બીજા સપ્તાહમાં પ્રવેશ કરી ચૂકી છે. પ્રથમ અઠવાડિયામાં ₹53.50 કરોડ એકઠા કર્યા બાદ અને બીજા વીકએન્ડમાં સારો બિઝનેસ કર્યા પછી, બીજા સોમવારે (11મા દિવસે) આ ફિલ્મના કલેક્શનમાં મોટો ઘટાડો નોંધાયો છે. ફિલ્મે બીજા સોમવારે માત્ર ₹0.95 કરોડ (95 લાખ) નું કલેક્શન કર્યું છે. આ સાથે ફિલ્મનું 11 દિવસનું કુલ ભારતીય નેટ કલેક્શન ₹63.05 કરોડ થઈ ગયું છે.

દક્ષિણ ભારતીય સુપરસ્ટાર નાનીની ‘ધ પેરેડાઇઝ’ ની ધીમી રફતાર
સાઉથના જાણીતા એક્ટર નાનીની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ધ પેરેડાઇઝ’ બોક્સ ઓફિસ પર કુલ ₹100 કરોડનો આંકડો વટાવવામાં સફળ રહી છે, પરંતુ રિલીઝ પહેલા જેવો ક્રેઝ હતો તેવો જાદુ થિયેટરોમાં બતાવી શકી નથી.

બીજા રવિવારે કમાણી કર્યા બાદ, બીજા સોમવારે (12મા દિવસે) આ ફિલ્મનું કલેક્શન ₹1.10 કરોડ રહ્યું હતું. આ સાથે ‘ધ પેરેડાઇઝ’ નું 12 દિવસનું કુલ ભારતીય નેટ કલેક્શન ₹116.20 કરોડ પહોંચ્યું છે.

ભક્તિમય ફિલ્મ ‘હનુમાન અંશ’ ની સફળતાની લાંબી રેસ
નીમ કરોલી બાબાના પવિત્ર જીવન પર આધારિત ભક્તિમય ફિલ્મ ‘હનુમાન અંશ’ છેલ્લા બે મહિનાથી બોક્સ ઓફિસ પર સતત ટકી રહી છે. 9મા વીકએન્ડમાં પણ ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યા બાદ, 59મા દિવસે (9મા સોમવારે) ફિલ્મે ₹0.75 કરોડ (75 લાખ) નું કલેક્શન નોંધાવ્યું છે.

લાંબા સમયથી થિયેટરોમાં ધૂમ મચાવી રહેલી આ ફિલ્મે અત્યાર સુધીમાં ભારતમાં ₹325.48 કરોડનું અધધ નેટ કલેક્શન કરીને એક નવો ઈતિહાસ રચ્યો છે.

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤