લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

TMKOC Jethalal Exit : 18 વર્ષ બાદ ‘તારક મહેતા’ છોડશે જેઠાલાલ? દિલીપ જોશીની વિદાયની ચર્ચા વચ્ચે જાણો મેકર્સે શું કરી સ્પષ્ટતા

by

Thenewsdk

Updated: 14-07-2026, 06.14 PM

Follow us:

તાજેતરમાં સોશિયલ મીડિયા અને કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો, કે મેકર્સ હવે દિલીપ જોશીના સીન્સ ઘટાડવાની યોજના બનાવી રહ્યા છે. કારણ તરીકે શોમાં થોડા સમય પહેલાં જોડાયેલા રાજસ્થાની પરિવારને દર્શકો તરફથી મળેલા સારા પ્રતિસાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. રત્ન સિંહ બિજોલા, તેમની પત્ની રૂપા અને તેમના બાળકોની સ્ટોરીને વધુ મહત્વ આપવામાં આવશે અને જેઠાલાલનો ટ્રેક ધીમે-ધીમે ઓછો કરવામાં આવશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું.

મેકર્સે તમામ અફવાઓ ફગાવી દીધી
આ વધતી અટકળો વચ્ચે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના મેકર્સે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે, કે દિલીપ જોશી શોનો અભિન્ન ભાગ છે અને તેઓ ક્યાંય જઈ રહ્યા નથી. મેકર્સે કહ્યું, કે શોની મુખ્ય વાર્તા આજે પણ જેઠાલાલના પાત્રની આસપાસ જ ફરે છે અને તેમના રોલમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. આગામી 28 જુલાઈએ શો પોતાના 18 વર્ષ પૂર્ણ કરશે અને આ ખાસ પ્રસંગે પણ જેઠાલાલ મુખ્ય આકર્ષણ રહેશે.

18 વર્ષથી દર્શકોના દિલ પર રાજ કરી રહ્યા છે દિલીપ જોશી
વર્ષ 2008થી દિલીપ જોશી ‘જેઠાલાલ’નું પાત્ર ભજવી રહ્યા છે. રસપ્રદ વાત એ છે, કે શરૂઆતમાં તેમને ‘ચંપકલાલ’ એટલે, કે બાપુજીનો રોલ ઓફર થયો હતો, પરંતુ તેમણે જેઠાલાલનું પાત્ર પસંદ કર્યું હતું. આજે તેઓ શોના સૌથી લોકપ્રિય અને સૌથી વધુ ફી મેળવનારા કલાકારોમાં સામેલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેઓ એક એપિસોડ માટે અંદાજે ₹1.5 થી ₹2 લાખ સુધીની ફી લે છે. પ્રોડ્યુસર અસિત કુમાર મોદી સાથે પણ તેમના સારા સંબંધો હોવાનું કહેવાય છે.

દયાબેનની વાપસી હજુ પણ અનિશ્ચિત
બીજી તરફ, દિશા વાકાણી 2017માં મેટરનિટી લીવ પર ગયા બાદ હજુ સુધી શોમાં પરત ફરી નથી. તાજેતરમાં અસિત મોદીએ પણ સ્વીકાર્યું હતું, કે દિશા વાકાણી માટે હાલ શોમાં પાછા આવવું મુશ્કેલ છે. જો, કે તેમણે આશા વ્યક્ત કરી હતી, કે જો શક્ય બનશે તો તેઓ દયાબેન તરીકે પરત આવશે, નહીં તો શો માટે નવા ચહેરાની પસંદગી કરવામાં આવશે.

ગુજરાતનું ગૌરવ છે દિલીપ જોશી
26 મે 1968ના રોજ પોરબંદરમાં જન્મેલા દિલીપ જોશી ગુજરાતી રંગભૂમિમાંથી ટીવી સુધીનો સફળ પ્રવાસ કરનાર જાણીતા અભિનેતા છે. મુંબઈની એન.એમ. કોલેજમાંથી બી.કોમ. પૂર્ણ કર્યા બાદ તેમણે થિયેટરમાંથી અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. શરૂઆતના દિવસોમાં તેઓ બેકસ્ટેજ આર્ટિસ્ટ તરીકે માત્ર 50 રૂપિયામાં કામ કરતા હતા. વર્ષોની મહેનત બાદ આજે ‘જેઠાલાલ’ તરીકે તેઓ દેશના સૌથી લોકપ્રિય ટીવી પાત્રોમાં સ્થાન ધરાવે છે.

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤