લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

મોડીરાત્રે વારસિયામાં યુવક પર ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકાયા | A young man was stabbed multiple times in Warsiya late at night

by

Thenewsdk

Updated: 20-06-2026, 02.30 AM

Follow us:

મોડીરાત્રે વારસિયામાં યુવક પર ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકાયા | A young man was stabbed multiple times in Warsiya late at night



 વડોદરા,વારસિયામાં મોડીરાત્રે બે યુવકોના જૂથ વચ્ચે મારામારી થઇ હતી. જેમાં એક યુવક પર ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. આ મારામારીના કારણે બંને પક્ષે ફરીથી ગેંગવોરના ભણકારા વાગી રહ્યા છે.  

વારસિયા હરિહર એપાર્ટમેન્ટ નજીક પારસ સોસાયટીમાં રહેતા ૧૯ વર્ષના રોહિત રામઅવતાર શર્માએ વારસિયા પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૧૭ મી મોડીરાત્રે હરિ સેવા સ્કૂલ પાસે યશ ચાવલા તેની કાર લઇને અમારી  પાછળ આવ્યો હતો. અમને રોકીને તે હેરી સાથે ઝઘડો કરવા લાગતા   હેરી તેના ઘરે જતો રહ્યો હતો. ત્યારબાદ યશ ચાવલાએ મને પકડી રાખ્યો હતો અને તેની સાથે આવેલા રોહિત મારવાડીએ ચપ્પુના ઉપરાછાપરી ઘા ડાબા  હાથ, છાતી તથા જમણા હાથ પર મારી દીધા હતા. તેમજ રણજીતે પણ મને માર માર્યો હતો.

જ્યારે સામા પક્ષે ગણેશ  વસાવાએ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૧૭ મી તારીખે મોડીરાત્રે અમે ઘર તરફ જતા હતા. તે દરમિયાન હિમાંશુ ઉર્ફે હેરી, અનિલ,રોહિત તથા ગીતાબેને અમારી સાથે ઝઘડો કરી  હુમલો કર્યો હતો. હિમાંશુએ મારા પર લાકડાના ડંડાથી હુમલો કર્યો હતો.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤