અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તારમાં ગુજરાત બોટલિંગ ચાર રસ્તા પાસે પશુ જેવું કોઈ માથું મળી આવતા લોકોના ટોળેટોળા એકઠા થયા છે. રોડ પર લોકોએ એકઠા થઈ હોબાળો મચાવ્યો હતો. પરિણામે પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે.
હિન્દુ સંગઠનોએ જય શ્રીરામના નારા પણ લગાવ્યા
બીજી તરફ આ બનાવની જાણ તથાં પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસ દ્વારા લોકોને સમજાવવાનો પ્રયાસ કરવાનો પ્રયાસ કરાયો હતો. આ દરમિયાન વિવિધ હિન્દુ સંગઠનો ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા અને જય શ્રીરામના નારા પણ લગાવ્યા હતા.
ઘટના સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો
મળતી માહિતી મુજબ શહેરના રખિયાલ વિસ્તારમાં રોડની વચ્ચે ડિવાઇડર ઉપર કોઈ અજાણી વ્યક્તિ પશુનું માથું નાખીને જતો રહ્યો હતો. સ્થાનિક લોકોને જાણ થતા મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચી ગયા હતા. જાહેર રોડ ઉપર પશુનું માથું કાપીને નાખી દેવામાં આવ્યું છે.
જેના કારણે લોકોમાં રોષ ફેલાયો છે. પોલીસ દ્વારા તમામ લોકોને સમજાવટ કરી અને આ મામલે તપાસ કરવાની ખાતરી આપી હતી. ઘટના સ્થળ પર પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.



Leave a Comment