સાબરમતી નદી ફરી એકવાર બે કાંઠે વહેતી થઈ છે, જેના કારણે તટ વિસ્તારના ગામોમાં ફરીથી પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વાસણા બેરેજમાં પાણીની સતત આવક થતાં બેરેજના 13 દરવાજા 4 ફૂટ સુધી ખોલીને 24,107 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.
ધરોઈ ડેમમાં પણ પાણીની આવક વધી
આ ઉપરાંત, ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં વરસાદને પગલે ધરોઈ ડેમમાં પણ પાણીની આવક વધી છે, જેના કારણે ડેમમાંથી 6,672 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે. સંત સરોવરમાંથી 13,357 ક્યુસેક અને નર્મદા કેનાલમાંથી 8,158 ક્યુસેક પાણીની પણ આવક થઈ રહી છે.
ખેડાના ગ્રામીણ વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ
નોંધનીય છે કે, થોડા દિવસ પહેલાં પણ સાબરમતી નદીના પાણીને કારણે ખેડાના ગ્રામીણ વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને લોકોની ઘરવખરીને ભારે નુકસાન થયું હતું.



Leave a Comment