અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. જેમાં ગાંધીનગર સચિવાલયમાં ફરજ બજાવતા ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (GAS) કેડરના અધિકારી મનોજકુમાર પૂજારાએ આપઘાત કર્યો હોવાની માહિતી મળી છે. તેઓ વસ્ત્રાપુરની સરકારી ક્વાર્ટરમાં રહેતા હતા, જ્યાંથી તેમનું મૃતદેહ મળી આવ્યું હતું.
પુજારાના ડ્રાઈવર જેમ દરરોજ લેવા આવતા
આ ઘટના બુધવારે સવારે લગભગ 11 વાગ્યે સામે આવી હતી. પુજારાના ડ્રાઈવર જેમ દરરોજ લેવા આવતા હતા તેમ તે દિવસે પણ પહોંચ્યા, પરંતુ ફોન પર સંપર્ક ન થતા સીધા ઘેર ગયા હતા. દરવાજો ખુલ્લો જોઈ અંદર પ્રવેશતા જ અધિકારીને ફાંસો ખાધેલી હાલતમાં જોયા હતા.



Leave a Comment