અરબ સાગરમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન ‘શક્તિ’ સક્રિય થઈ ગયું છે અને તે આગામી 24 કલાકમાં વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી ગંભીર સંભાવના ભારતીય હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
ચાલુ ચોમાસા સિઝનનું ભારતીય ઉપમહાદ્વીપનું આ પ્રથમ વાવાઝોડું છે. ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો થતાં માછીમારો અને દરિયાઈ ગતિવિધિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
શુક્રવાકે પોરબંદરથી 270 કિલોમીટર દૂર હતું
અરબ સાગરમાં સાયક્લોનિક શક્તિ સક્રિય થયું છે. જેની અસર ગુજરાત સહિતના રાજ્યમાં જોવા મળે તેમ છે. IMD અનુસાર શુક્રવારે સવારે 8:30 સિસ્ટમ ગુજરાતના દ્વારકાથી લગભગ 240 કિલોમીટર અને પોરબંદરથી 270 કિલોમીટર દૂર હતું. જેના 24 કલાકમાં સાયક્લોનિક શક્તિનું જોર વધશે અને ભયંકર પવન ફૂંકાવાની શક્યતા છે.
ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન-વરસાદની આગાહી
IMDની આગાહી મુજબ, 4 ઓક્ટોબરની સાંજથી 6 ઓક્ટોબરની સવાર સુધીમાં ઉત્તરપશ્ચિમ અરબ સાગર પર પવનની ગતિ 100થી 110 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. જેમાં ઝાપટાંની ગતિ 125 કિમી પ્રતિ કલાક સુધી જવાની શક્યતા છે.
વાવાઝોડાની દિશા શરૂઆતમાં પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ અને પછી પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ તરફ રહેવાની સંભાવના છે. 5 ઓક્ટોબર સુધીમાં તે મધ્ય અરબ સાગરના ભાગોમાં પહોંચી જશે. જોકે આ વાવાઝોડું દરિયામાં જ ગહન બનીને આગળ વધશે પરંતુ તેની અસર ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો પર અનુભવાશે.
સાયક્લોનિકનું ‘શક્તિ’ નામ કઈ રીત પડ્યું?
સાયક્લોનિકના નામ રાખવાની એક ખાસ પ્રક્રિયા છે. જેમાં બંગાળની ખાડી અને અરબ સાગરમાંથી આવતા તૂફાનોના નામ રાખવાની સિસ્ટમ વર્ષ 2024માં શરુ થઈ હતી.
આ સિસ્ટમમાં ભારત, બાંગ્લાદેશ, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઇલૅન્ડ જેવા દેશ સામેલ છે. સાયક્લોનિક ‘શક્તિ’નું નામ શ્રીલંકા દ્વારા અપાયું છે. આ એક તમિલ શબ્દ છે જેનો મતલબ ‘તાકાત’ અથવા ‘Power’ થાય છે.



Leave a Comment