દાહોદના ખંગેલા ગામના અરવિંદભાઈ વહોનિયા (ઉં.વ. 32) કઠલા ગામના છાયણ ફળિયામાં પોતાના 5 વર્ષીય સુરેશ અને 7 વર્ષના રવિ એમ બે પુત્રો સાથે ઝાડ પર લટકીને આપઘાત કર્યો છે. સમગ્ર ઘટના મામલે પોલીસે ત્રણેય મૃતદેહને પીએમ અર્થે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે.
સેલવાસમાં બની હતી ઘટના
થોડા દિવસ પહેલા દાદરા અને નગર-હવેલીના સેલવાસના સમરવર્ણી વિસ્તારમાં રહેતા અને મૂળ મહારાષ્ટ્રના શખ્સે પોતાના બાળકોને ખોરાકમાં ઝેર ભેળવીને મોતને ઘાટ ઉતાર્યા બાદ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.
સમગ્ર ઘટના મામલે પોલીસ તપાસમાં મૃતકે કૌટુંબિક વિવાદ, નાણાકીય સમસ્યા અને માનસિક અસ્વસ્થ હોવાના કારણે આ પ્રકારનું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. તેમજ પોલીસને સુસાઈડ નોટ પણ મળી આવી હતી.



Leave a Comment