લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

ભીલવાડા સર્કલ વિસ્તારમાં પતિ અને પત્નિના અણબનાવ મામલે મારામારી | Fight breaks out between husband and wife over misunderstanding in Bhilwara Circle area

by

Thenewsdk

Updated: 19-06-2026, 06.00 AM

Follow us:

ભીલવાડા સર્કલ વિસ્તારમાં પતિ અને પત્નિના અણબનાવ મામલે મારામારી | Fight breaks out between husband and wife over misunderstanding in Bhilwara Circle area



ગંગાજળિયા પોલીસમાં સામસામે ગુનો નોંધાયો

પતિએ પત્નિને માર મારી ધમકી આપી જ્યારે પત્નિએ સંબંધિ સાથે મળી પતિને માર
માર્યાની ફરિયાદ

ભાવનગર –  શહેરમાં ભીલવાડા
સર્કલમાં પતિ અને પત્નિના અણબનાવ મામલે માર મારી ધમકી આપ્યા મામલે ગંગાજળિયા પોલીસ
મથકમાં પાંચ સામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બોટાદ પિયર ધરાવતા અને શહેરના ભીલવાડા સર્કલ સુુકુન ફ્લેટમાં રહેતા
ડોલીબેન ઉર્ફે ફાતિમાબેન સાહિલભાઈ કાસમાણીએ ગંગાજળિયા પોલીસ મથકમાં તેના પતિ સાહિલ
સાકિરભાઈ કાસમાણી સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમના પતિ સાથે તેઓ સંમતિથી
રહેવા ગયા હતા અને ગતરાત્રિના તેમના પતિએ તેમને પત્નિ તરીકે રાખવી નથી તારા પિતાના
ઘરે ચાલી જા તેમ કહી માર મારી ધમકી આપી હતી. જ્યારે સાહિલભાઈ સાકીરભાઈ કાસમાણીએ
ફાતીમાબેન સાહીલભાઈ કાસમાણી
, રફીક સતારભાઈ પાંચા, અનિક રફીકભાઈ
પાંચા અને જીસાન રફીકભાઈ પાંચા સામે ફરિયાદ નોેંધાવી હતી. જેમાં તેમના પત્નિએ
તેમની સામે ઘરેલું હિંસાનો કેસ કરેલો હોય અને અલગ રહેતા હોય તેઓ તેમની પાસે જતાં
તેમની સાથે ઝઘડો કરી બાખોચિયા ભરી ઉક્ત તેમના સંબંધીઓએ લાકડાના ધોકાથી માર મારી
ધમકી આપી હતી. આ અંગે ગંગાજળિયા પોલીસે ગુનો નોંધ્યો છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤