જુનાગઢ અને ગિરનાર પર્વત વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી વાતાવરણ છે. ગિરનાર પર્વત પર વાદળછાયું વાતાવરણ છવાયેલું છે અને ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત, પર્વતીય વિસ્તારમાં ફૂંકાતા ભારે પવનના કારણે રોપ-વેની કેબિનોનું સંચાલન કરવું અત્યંત મુશ્કેલ બની ગયું છે.
- વાતાવરણમાં સુધારો થયા બાદ રોપ-વે ફરીથી શરૂ કરવામાં આવશે
ખરાબ વાતાવરણ અને ભારે પવનની આ સ્થિતિને ધ્યાનમાં રાખીને રોપ-વે મેનેજમેન્ટે પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેને બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આજે, સતત ત્રીજા દિવસે પણ રોપ-વે બંધ રહ્યો હતો. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે વાતાવરણમાં સુધારો થયા બાદ અને સલામત સ્થિતિ સામાન્ય થયા પછી જ રોપ-વે ફરીથી શરૂ કરવામાં આવશે.
- પગથિયાં ચઢીને શિખરે: શ્રદ્ધાળુઓનો અખૂટ ઉત્સાહ
રોપ-વે બંધ હોવા છતાં, ગિરનાર પ્રત્યે શ્રદ્ધાળુઓનો ઉત્સાહ સહેજ પણ ઓછો થયો નથી. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ રોપ-વેની સુવિધા ન મળવા છતાં, પગથિયાં ચઢીને ગિરનાર પર્વત પર પહોંચવાનું ચાલુ રાખ્યું હતું.



Leave a Comment