લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

Kedarnath Rain : કેદારનાથમાં વરસાદનો કહેર! સુરતના 14 યાત્રીઓ ફસાયા, 3નું હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ… 11 હજુ મુશ્કેલીમાં!

by

Thenewsdk

Updated: 28-09-2026, 03.27 PM

Follow us:

ઉત્તરાખંડમાં કેદારનાથ યાત્રા દરમિયાન સતત વરસાદને કારણે સુરતથી દર્શનાર્થે ગયેલા 14 શ્રદ્ધાળુઓનું ગ્રૂપ મુશ્કેલીમાં ફસાયું છે. અલથાણ વિસ્તારના આ ગ્રૂપમાંથી ત્રણ યાત્રીઓને સ્થાનિક પ્રશાસન દ્વારા હેલિકોપ્ટર મારફતે રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યારે બાકીના 11 લોકો હજુ પણ ત્યાં ફસાયેલા હોવાનું પરિવારજનોનું કહેવું છે. મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે યાત્રીઓએ ગુજરાત સરકાર તાત્કાલિક દખલ કરે તેવી માંગ કરી છે.

રંજનબેને રડતાં-રડતાં કરી મદદની અપીલ
અલથાણના રંજનબેન પંચાલે કેદારનાથથી એક વીડિયો બનાવીને મદદ માટે અપીલ કરી છે. વીડિયોમાં તેઓ ભાવુક થઈને રડતાં-રડતાં કહે છે કે તેઓ બે દિવસ પહેલાં કેદારનાથ પહોંચ્યા હતા, પરંતુ સતત વરસાદને કારણે ત્યાં જ અટવાઈ ગયા છે. તેમણે ગુજરાત સરકારને અપીલ કરતા કહ્યું કે તેમના ગ્રૂપના લોકોને સુરક્ષિત રીતે પોતાના વતન સુધી પહોંચાડવા માટે મદદ કરવામાં આવે. રંજનબેને કહ્યું કે, “પ્લીઝ અમને હેલ્પ કરો…” આટલું કહેતા જ તેઓ ભાવુક થઈ ગયા હતા. વીડિયોમાં તેમની આંખોમાં આંસુ જોવા મળે છે અને આસપાસની સ્થિતિ પણ તેમણે કેમેરામાં બતાવી છે.

ખુલ્લા આકાશ નીચે તંબુમાં આશરો
વીડિયોમાં આસપાસ ફસાયેલા અન્ય શ્રદ્ધાળુઓ પણ જોવા મળે છે. કેટલાક લોકો ખુલ્લા આકાશ નીચે તંબુમાં આશરો લઈ રહ્યા છે, જ્યારે સમગ્ર વિસ્તારમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સતત વરસાદ વચ્ચે યાત્રીઓની મુશ્કેલીમાં વધારો થયો હોવાની સ્થિતિ વીડિયોમાં દેખાઈ રહી છે.

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤