લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

ગાંધીનગરમાં LCBનો સપાટો: સેક્ટર-1ની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, લાખોના મુદ્દામાલ સાથે અમદાવાદની ગેંગના 3 શખસો ઝડપાયા | Gandhinagar LCB Solves Sector 1 Burglary Case Three Ahmedabad Men Arrested

by

Thenewsdk

Updated: 19-06-2026, 10.14 AM

Follow us:

ગાંધીનગરમાં LCBનો સપાટો: સેક્ટર-1ની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, લાખોના મુદ્દામાલ સાથે અમદાવાદની ગેંગના 3 શખસો ઝડપાયા | Gandhinagar LCB Solves Sector 1 Burglary Case Three Ahmedabad Men Arrested



Gandhinagar News: ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે ગાંધીનગરમાં સક્રિય થયેલી ઘરફોડ ચોરી કરનારી ટોળકી સામે મોટી સફળતા મેળવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને સચોટ બાતમીના આધારે હડમતીયા કેનાલ રોડ પરથી અમદાવાદના તસ્કરોની ગેંગને દબોચી લીધી છે. આ કાર્યવાહી સાથે 12મી જૂનના રોજ સેક્ટર-1માં આવેલા એક બંધ મકાનમાં થયેલી મોટી ચોરીનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ, ચાંદીના વાસણો અને વાહન સહિત કુલ 2,79,999 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે.

કેનાલ રોડ પર વોચ ગોઠવી એક્સેસ સ્કૂટર સાથે ઝડપ્યા

મળતી માહિતી અનુસાર, ગાંધીનગર સેક્ટર-1માં થયેલી ચોરીની ગંભીરતાને ધ્યાને લઈ ગાંધીનગર એલ.સી.બી-1 અને એલ.સી.બી-2ની ટીમો ગાંધીનગરમાં સતત પેટ્રોલીંગ અને વોચમાં હતી. આ દરમિયાન પોલીસે ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ ખંખાડ્યા હતા. તપાસ દરમિયાન ચોરીમાં સંડોવાયેલા શખસો સેક્ટર-7 પોલીસ સ્ટેશન વિસ્તારના ‘ખ’ રોડ પરથી પસાર થવાના હતા.

બાતમીના આધારે પોલીસે સરગાસણ ચોકડીથી મહાત્મા મંદિર તરફ જતા અંદરના હડમતીયા કેનાલ રોડ પાસે કિલ્લાબંધી ગોઠવી હતી. આ દરમિયાન એક સ્કૂટર પર શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા ત્રણ શખસોને પોલીસે કોર્ડન કરીને અટકાવ્યા હતા. તેમની તલાશી લેતા થેલામાંથી ચોરીનો મુદ્દામાલ મળી આવ્યો હતો.

પકડાયેલા આરોપીઓની વિગત

પોલીસના સકંજામાં આવેલા ત્રણેય આરોપીઓ મૂળ અમદાવાદ અને બનાસકાંઠાના હોવાનું સામે આવ્યું છે, જેઓ બંધ મકાનોને રેકી કરીને નિશાન બનાવતા હતા. જેમાં ડીસા (બનાસકાંઠા)ના કમલેશ ઉર્ફે ગુગો પરમાર (આસુન્દ્રા) તેમજ શાહપુર, અમદાવાદના શંકર ભુવનના છાપરા વિસ્તારમાં રહેતા રવિ દાંતણિયા અને આશિક દંતાણીનો સમાવેશ થાય છે.

₹2.79 લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસે આરોપીઓ પાસેથી ચોરીની રોકડ રકમ રૂપિયા 1,10,000/-, રૂપિયા 1,24,999ની કિંમતના ચાંદીના વાસણો, રૂપિયા 10,000ની કિંમતના બે મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલ રૂપિયા 35,000નું એક્સેસ સ્કૂટર મળી કુલ રૂપિયા રૂપિયા 2,79,999/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

એલસીબીની કડક પૂછપરછ દરમિયાન ત્રણેય તસ્કરોએ ભાંગી પડીને ગત 12મી જૂનના રોજ સેક્ટર-1ના બંધ મકાનનું તાળું તોડીને તસ્કરી કરી હોવાની કબૂલાત કરી છે. આ મામલે ગાંધીનગરના સેક્ટર-૭ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી પોલીસ દ્વારા આરોપીઓના રિમાન્ડ મેળવવાની અને અન્ય ગુનાઓનો ભેદ ઉકેલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤