વડોદરામાં ગણેશ મૂર્તિ પર ઈંડા ફેંકવાની ઘટનાથી શહેરમાં ભારે ચકચાર મચી ગઈ હતી. ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસે ઝડપાયેલા બંને આરોપીઓનો પાણીગેટ વિસ્તારમાં આજે સરઘસ કાઢ્યું હતું.
પોલીસે આરોપીનું સરઘસ કાઢ્યું
ગણેશજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાના આરોપમાં ઝડપાયેલા સુફિયાન ઉર્ફે ગામા સલીમભાઈ મન્સૂરી અને શાહનવાઝ ઉર્ફે બડબડ મોહમ્મદ ઈર્શાદ કુરેશીને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે ઘટનાસ્થળે લઈ જવાયા હતા.
બંને આરોપીઓના હાથમાં દોરડા બાંધી પોલીસે તેમને પાણીગેટ વિસ્તારની ગલીઓમાં ફેરવ્યા હતા અને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી.



Leave a Comment