ગુજરાતમાં મેઘરાજા હજુ વિદાય નથી લઈ રહ્યા. ગરબા દરમિયાન થયેલા વરસાદી વિક્ષેપ બાદ, હવે દિવાળીના તહેવારમાં પણ મેઘરાજાની મોજ મસ્તી જોવા મળી શકે છે.
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં 6 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધીમાં વરસાદી સ્થિતિ રહેવાનું અનુમાન છે. શક્તિ વાવાઝોડાની અસરથી ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.
સૌરાષ્ટ્ર તરફ જતા વાવાઝોડાની ગતિ ધીમી પડી શકે છે, જેના કારણે દરિયા કિનારે 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો ચાન્સ છે. સાથે જ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના વિવિધ વિસ્તારમાં વરસાદ પડી શકે છે.
ખાસ કરીને દ્વારકા, પોરબંદર, જામનગર, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદ થવાની સંભાવના છે.
દિવાળીના તહેવારમાં કેવું રહેશે હવામાન?
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, માવઠાની શક્યતા હોય શકે છે. નવેમ્બર મહિનાની શરૂઆતમાં ગુજરાતમાં માવઠું થઈ શકે છે. દિવાળીના તહેવાર દરમિયાન વાદળો સાથે પવનની અસર જોવા મળી શકે છે. તે દરમિયાન, બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે.
અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે. 18 થી 30 ઓક્ટોબર દરમિયાન, બંગાળના ઉપસાગર વિસ્તાર પર લો પ્રેશર સિક્વેન્સ બની શકે છે.



Leave a Comment