HOME

stories

STORIES

google-news

FOLLOW

FOLLOW

JOIN

ICCએ મહિલા વન-ડે વર્લ્ડકપમાં ચેમ્પિયન બનનાર ટીમ પર ખજાનો ખોલ્યો

Avatar photo
Updated: 01-09-2025, 12.31 PM

Follow us:

આ વખતે વર્લ્ડ કપ જીતનાર ટીમ પર પૈસાનો વરસાદ થવાનો છે. આઈસીસીએ મહિલા વર્લ્ડ કપ જીતનાર ટીમ માટે 4.48 મિલિયન ડોલર (૩૯.૪ કરોડ) ની ઈનામી રકમની જાહેરાત કરી છે. જે 2022માં રમાયેલા વન-ડે વર્લ્ડ કપ કરતા ૪ ગણી વધારે છે. 2022 મહિલા વર્લ્ડ કપનો ખિતાબ ઓસ્ટ્રેલિયાએ જીત્યો હતો.

રનર અપ ટીમને 19.77 કરોડ મળશે
આ વખતે રનર અપ ટીમને 2.24 મિલિયન ડોલર(લગભગ રૂ.19.77 કરોડ) મળશે. જ્યારે સેમિફાઇનલ હારનારી ટીમોને 1.12 મિલિયન ડોલર(લગભગ રૂ.9.8 કરોડ) મળશે.  પાંચમા અને છઠ્ઠા સ્થાને રહેતી ટીમોને 700,000 ડોલર(લગભગ રૂ.6.16 કરોડ) મળશે. જ્યારે સાતમા અને આઠમા સ્થાને રહેતી ટીમોને 280,000 ડોલર(લગભગ રૂ.2.46 કરોડ) મળશે. ગ્રુપ સ્ટેજમાં દરેક મેચ જીતનારી ટીમોને 34,314 ડોલર (લગભગ રૂ.30.19 લાખ)મળશે.

ઈનામની રકમ જાહેર કર્યા પછી જય શાહનું મોટું નિવેદન
ઈનામી રકમની જાહેરાત કરતા ICCના ચેરમેન જય શાહે જણાવ્યું હતું કે આ પગલાનો ઉદ્દેશ્ય દુનિયાભરમાં મહિલા ક્રિકેટની લોકપ્રિયતા વધારવાનો અને તેને પુરૂષોની ક્રિકેટની સમક્ષ લાવવાનો છે.  આ જાહેરાત મહિલા ક્રિકેટની સફરમાં એક મોટો સીમાચિહ્નરૂપ છે. ઈનામી રકમમાં આ ચાર ગણો વધારો મહિલા ક્રિકેટ માટે એક ઐતિહાસિક ક્ષણ છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.