દિગ્ગજ ભારતીય ક્રિકેટર રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના સૌથી સફળ ખેલાડીઓમાંના એક છે. તેમણે કોચ તરીકે ભારતને ICC ટ્રોફી જિતાઈ છે. તેમના બંને પુત્રો પણ ક્રિકેટ રમે છે. દ્રવિડનો નાનો પુત્ર અન્વય દ્રવિડ, છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે.
તાજેતરમાં કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશન દ્વારા તેના વાર્ષિક પુરસ્કાર સમારોહમાં તેનું સન્માન કરવામાં આવ્યું હતું. ગયા મહિને તેણે વિનુ માંકડ ટ્રોફીમાં કર્ણાટક ટીમની કપ્તાની કરી હતી. હવે તેને એક મોટી ટુર્નામેન્ટ માટે ભારતની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
- આ ભારતીય ટીમમાં દ્રવિડના પુત્રનો સમાવેશ
રાહુલ દ્રવિડના પુત્ર અન્વય દ્રવિડની હૈદરાબાદમાં બુધવારથી શરૂ થનારી મેન્સ અંડર-19 વન ડે ચેલેન્જર ટ્રોફી માટે પસંદગી કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટ દર વર્ષે યોજાય છે અને યુવા ખેલાડીઓને તેમની પ્રતિભા દર્શાવવાની તક પૂરી પાડે છે.
અન્વયને ચાર ટીમમાંથી ટીમ Cમાં સામેલ કરવામાં આવ્યો છે. ટોપ ઓર્ડર બેટ્સમેન અને વિકેટકીપરની ભૂમિકા ભજવનાર અન્વય તેની આક્રમક બેટિંગ માટે જાણીતો છે. આ ટુર્નામેન્ટ 5 થી 11 નવેમ્બર, 2025 દરમિયાન હૈદરાબાદમાં રમાશે.



Leave a Comment