લોડ થઈ રહ્યું છે...
--:--:--

લાઇફ સ્ટાઇલ

How Dehydration Affects Heart : ડિહાઇડ્રેશન પણ ‘હાર્ટ એટેક’નું જોખમ વધારે છે! આ 5 લક્ષણો દેખાય તો તરત થઈ જાવ સતર્ક

by

Thenewsdk

Updated: 23-07-2026, 02.31 PM

Follow us:

ગરમી અને ભેજવાળા હવામાનમાં વધુ પડતો પરસેવો થવો એ સામાન્ય બાબત છે. પરસેવો એ શરીરને ઠંડું રાખવાની એક કુદરતી પ્રક્રિયા છે પરંતુ, જો સાથે પૂરતા પ્રમાણમાં પાણી કે પ્રવાહી ન લેવામાં આવે તો શરીરમાં ડિહાઇડ્રેશનની સમસ્યા થઈ શકે છે.

મોટાભાગના લોકો માનતા હોય છે કે, ડિહાઇડ્રેશનથી માત્ર ગળું સૂકાય છે કે થાક લાગે છે પરંતુ, વાસ્તવમાં તે તમારા હાર્ચ પર પણ ગંભીર હુમલો કરે છે. આ અંગે યથાર્થ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ (આગ્રા) ના ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજી કન્સલ્ટન્ટ ડૉ. નીરજ કુમારે વિગતવાર માહિતી આપી છે.

ડિહાઇડ્રેશનની હાર્ટ પર કેવી અસર પડે છે?

જરૂરી મિનરલ્સ અને ઇલેક્ટ્રોલાઇટ્સ ઘટી જવા
જ્યારે શરીરમાંથી પરસેવો બહાર નીકળે છે, ત્યારે પાણીની સાથે સોડિયમ અને પોટેશિયમ જેવા મહત્વના પોષક તત્વો પણ બહાર નીકળી જાય છે. આ મિનરલ્સ હૃદયના ધબકારા નિયમિત રાખવામાં અને સ્નાયુઓ-નસોને યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરે છે. તેની અછત સર્જાતા હૃદયને સમગ્ર શરીરમાં લોહી પંપ કરવા માટે બમણી મહેનત કરવી પડે છે.

બ્લડ સર્ક્યુલેશન ધીમું પડવું અને ધબકારા વધવા
ડિહાઇડ્રેશનને કારણે લોહી જાડું થવા લાગે છે, જેનાથી બ્લડ સર્ક્યુલેશન પર માઠી અસર પડે છે. શરીરના મહત્વના અંગો સુધી પૂરતો ઓક્સિજન પહોંચાડવા માટે હૃદયે ઝડપથી પમ્પિંગ કરવું પડે છે, જેથી અચાનક હાર્ટબીટ વધી જાય છે. આ સ્થિતિ હીટસ્ટ્રોક અને ગરમીના કારણે થતાં થાકને નોતરે છે.

કોને છે સૌથી વધુ જોખમ?
વૃદ્ધો, નાના બાળકો, હૃદયરોગના દર્દીઓ અને કલાકો સુધી તડકામાં કે બહાર કામ કરતા લોકોને આનું જોખમ સૌથી વધારે રહે છે.

ડિહાઇડ્રેશનના મુખ્ય લક્ષણો
જો તમને નીચે મુજબના લક્ષણો દેખાય તો સમજી જવું કે શરીરમાં પાણી ઓછું થઈ રહ્યું છે:

  • વારંવાર તરસ લાગવી અને મોં સુકાવું
  • પેશાબનો રંગ ઘાટો પીળો થઈ જવો
  • સતત માથાનો દુખાવો અને થાક અનુભવાવો
  • સ્નાયુઓમાં ખેંચાણ થવું
  • અચાનક હાર્ટબીટ વધી જવી

ડિહાઇડ્રેશનથી બચવા માટે એક્સપર્ટ ટિપ્સ

  • તરસ ના લાગે તો પણ પાણી પીવો: તરસ લાગે તેની રાહ જોયા વિના સમયાંતરે પાણી પીતા રહેવાની ટેવ પાડો.
  • ઇલેક્ટ્રોલાઇટ્સ ડ્રિંક્સ: ભારે કસરત કે વધુ પરસેવો થતો હોય તેવું કામ કરતી વખતે ORS કે ઇલેક્ટ્રોલાઇટ યુક્ત પીણાં લેવા.
  • ખોરાકમાં સુધારો: આહારમાં પાણીથી ભરપૂર ફળો અને શાકભાજી જેવા કે તડબૂચ, કાકડી, સંતરા અને છાશનો સમાવેશ કરો.
  • કપડાં અને તડકાથી બચાવ: હળવા અને સુતરાઉ કપડાં પહેરો તથા બપોરના સમયે સીધા તડકામાં જવાનું ટાળો.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤