લોડ થઈ રહ્યું છે...
--:--:--

બનાસકાંઠા

પાલનપુરમાં રાત્રે પડેલા વરસાદમાં દેવ રેસીડેન્સી ડૂબમાં ફેરવાઇ ગઇ 

by

Thenewsdk

Updated: 25-07-2026, 11.19 AM

Follow us:

  • સામાન્ય વરસાદમાં કેડ સમુ પાણી ભરાઇ જતા લોકો મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે.
  • વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં અનેકવાર રજૂઆતો કરવા છતાં સમસ્યા ઠેરની ઠેર 

Banaskantha news : પાલનપુર શહેરના આકેસણ રોડ પર આવેલ દેવ રેસીડેન્સીમાં રાત્રે પડેલા વરસાદને લઇ કેડ સમુ પાણી ભરાઇ જતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા જોકે અહી વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થાના હોવાના કારણે અહી સામાન્ય વરસાદમાં સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ જાય છે જે અંગે તંત્રના અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે.

પાલનપુરમાં ચોમાસાની સીઝનમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની સમસ્યા સર્જાઇ રહી છે જેના ગત રોજ થી પડી રહેલા વરસાદને લઇ ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઇ હતી જેમાં ગઠામણ પાટિયા,અંબાજી હાઇવે,

ગણેશપુરા આંબાવાડી,

આકેસણ રોડ પર દેવ રેસીડેન્સીમાં પાણી ભરાઇ જતા જેને લઇ લોકો મુશ્કેલીમાં હતા જોકે દેવ રેસીડેન્સી સોસાયટમા સતત વર્ષ 2024 થી વરસાદના પાણીની નિકાલની 15 થી 20 વખત રજૂઆતો કરવામાં આવી છે તેમજ જિલ્લા સ્વાગતના બે બે વખત રજૂઆતો કરાઈ હતી પરંતુ આજ દિન સુધી કોઈ નિકાલ કરવામાં આવેલ નથી જેને લઇ આ સોસાયટી બેટમાં ફેરવાઈ જવા પામી હતી ત્યારે જવાબદાર તંત્ર દ્વારા આ વિસ્તારમાં સત્વરે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરાઇ રહી છે.

Tags :

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤