લોડ થઈ રહ્યું છે...
--:--:--

બનાસકાંઠા

BANASKANTHA NEWS: ચોમાસાની સીઝનને લઇ બનાસકાંઠા જિલ્લામાં રેસ્ક્યુ ટીમ તૈનાત કરાઇ

by

Thenewsdk

Updated: 23-07-2026, 08.09 AM

Follow us:

25 જવાનોની ટીમ મડાણા (ડાં) એસઆરપી કેમ્પમાં સ્ટેન્ડ બાય રખાઇ

રેસકયું ટીમ દ્વારા શાળાઓ બાળકોને નદી તળાવમાં ફસાયેલા વ્યક્તિઓને બચાવવા માહિતગાર કરાયા

બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની સીઝનને લઇ રેસ્કયુ ટીમ તૈનાત કરવામાં આવી છે મડાણા (ડાં) એસઆરપી કેમ્પમાં સ્ટેન્ડ બાય રહેતી તાલીમબદ્ધ 25 જવાનોની ટીમ દ્વારા શાળાઓમાં નાના બાળકને તળાવ કે નદીમાં ફસાયેલા વ્યક્તિને કેવી રીતે મદદરૂપ બનીને બચાવી શકાય તે અંગે માર્ગદર્શન આપવાની સાથે તાલીમ આપવામાં આવી રહી છે

ચોમાસાની સીઝનમાં ભારે વરસાદ પડતાં નદી નાળામાં પુર ની પરિસ્થિતિ સર્જાતી હોય છે તેમજ તળાવ સરોવર છલકાય ઉઠતા હોય છે ત્યારે નદી નાળા ઓળગતી વખતે તેમજ તળાવમાં નાહવા પડતા લોકો પૂરમાં ફસાઈ અને તણાઈ જવાના બનાવો બનતા હોય છે ત્યારે આવા કપરા સમયમાં પૂરમાં ફસાયેલા વ્યક્તિઓને તાત્કાલિક મદદ મળી રહે તે માટે બનાસકાંઠા જિલ્લામાં એસઆરપી જવાનોની તાલીમબદ્ધ રેસક્યુ ટીમ તૈનાત કરવામાં આવી છે.

જેમાં એક પીઆઈ કક્ષાના અધિકારી સાથેની આ ટીમને મડાણા એસઆરપી કેમ્પમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે જે આકસ્મિક બનાવોમાં અસરગ્રસ્તોને તાત્કાલિક મદદ પૂરી પાડશે જોકે આ ટીમ દ્વારા ચંડીસર,દાંતીવાડા, ભૂતેડી સહિતની શાળાઓમાં બાળકોને નાં તળાવ કે નદીમાં ફસાયેલા લોકોને કઇ રીતે દેશી ઉપચારથી બચાવી શકાય તે અંગે માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવી રહી છે.

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤