લોડ થઈ રહ્યું છે...
--:--:--

બનાસકાંઠામારું ગુજરાત

Gujju Love Guru News : ગુજ્જુ લવ ગુરુના અકસ્માત સ્થળે પહોંચ્યા ખજૂર ભાઈ, બે હાથ જોડીને લોકોને કરી ભાવુક અપીલ

by

Thenewsdk

Updated: 29-09-2026, 06.35 PM

Follow us:

સોશિયલ મીડિયા જગતમાં શોકની લાગણી છવાઈ છે. ચંદન રાઠોડના પરિવારને સાંત્વના આપવા લોકપ્રિય કલાકાર, યુટ્યુબર અને સમાજસેવક નીતિન જાની ઉર્ફે ખજૂર ભાઈ પણ તેમના ઘરે પહોંચ્યા હતા. આ ઉપરાંત તેમણે અકસ્માત સ્થળની મુલાકાત લઈ ત્યાં ચાલી રહેલી પ્રવૃત્તિ અંગે પણ લોકોને ખાસ અપીલ કરી હતી.

અકસ્માત સ્થળે અંધશ્રદ્ધા જોઈને દુઃખ વ્યક્ત કર્યું
અકસ્માત સ્થળે પહોંચેલા ખજૂર ભાઈએ ત્યાંનું દ્રશ્ય જોઈને દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમના ધ્યાનમાં આવ્યું કે કેટલાક લોકો ત્યાં શ્રીફળ, પાણીની બોટલો અને નમકીન જેવી વસ્તુઓ મૂકી રહ્યા હતા. આ પ્રકારની પ્રવૃત્તિથી અંધશ્રદ્ધા અને અફવાઓને વેગ મળતો હોવાની ચિંતા તેમણે વ્યક્ત કરી હતી. વિડિયો સંદેશ દ્વારા તેમણે લોકોને અપીલ કરી હતી કે અકસ્માત સ્થળે આવી વસ્તુઓ ચઢાવીને અંધશ્રદ્ધાને પ્રોત્સાહન ન આપવું જોઈએ. જો ચંદન રાઠોડ પ્રત્યે સાચો પ્રેમ અને આદર હોય તો તેમના નામે સમાજ ઉપયોગી કાર્યો કરવા જોઈએ. તેમણે માર્ગ સુરક્ષાને પ્રોત્સાહન આપવા, વાહનચાલકોને હેલ્મેટ પહેરવા સમજાવવા અને વૃક્ષારોપણ જેવા સત્કાર્યો કરવાની અપીલ કરી હતી.

પરિવાર માટે પાકું ઘર બનાવવાની જાહેરાત
ચંદન રાઠોડના પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાનું સામે આવ્યા બાદ ખજૂર ભાઈએ પરિવાર માટે મોટો નિર્ણય લીધો છે. તેમણે જાહેરાત કરી છે કે આગામી નવરાત્રિના બીજા નોરતાથી પોતાના અંગત ખર્ચે ચંદન રાઠોડના પરિવાર માટે નવું અને પાકું ઘર બનાવવાની કામગીરી શરૂ કરશે.

બનાસકાંઠામાં 2 હજાર હેલ્મેટનું વિતરણ કરશે
માર્ગ અકસ્માતમાં કોઈ પરિવાર પોતાનો કમાનાર સભ્ય ન ગુમાવે તે હેતુથી નીતિન જાનીએ બનાસકાંઠા વિસ્તારમાં 2,000 હેલ્મેટ વિનામૂલ્યે વિતરણ કરવાનો સંકલ્પ પણ લીધો છે. તેમના જણાવ્યા મુજબ, આ પ્રયાસનો હેતુ લોકોને માર્ગ સુરક્ષા અંગે જાગૃત કરવાનો છે.

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤