લોડ થઈ રહ્યું છે...
--:--:--

બનાસકાંઠા

થરાદ નજીક ભારતમાલા હાઇવે પર ગોઝારો અકસ્માત, આખલો કાર સાથે અથડાતા 2ના મોત

by

Thenewsdk

Updated: 27-09-2026, 12.16 PM

Follow us:

થરાદ: બનાસકાંઠાના થરાદ નજીક ભારતમાલા હાઇવે પર વહેલી સવારે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. હાઇવે પર અચાનક આખલો આવી જતાં રાજકોટથી રાજસ્થાન તરફ જઈ રહેલી એક કાર તેની સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં કારમાં સવાર ત્રણ પૈકી બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

આખલો અચાનક સામે આવતાં કારનો કચ્ચરઘાણ

મળતી પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માત ભારતમાલા રેસ્ટ એરિયા નજીક સર્જાયો હતો. હાઇવે પર અચાનક નંદી આખલો સામે આવી જતાં કારચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. ત્યારબાદ કાર આખલા સાથે જોરદાર અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો.

સ્થાનિકો અને 108ની ટીમે હાથ ધરી બચાવ કામગીરી

અકસ્મતનો અવાજ સાંભળીને આસપાસના લોકો અને રાહદારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ ટીમ તેમજ 108ની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

બે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા

અકસ્મતમાં મૃત્યુ પામેલા બંને વ્યક્તિઓના મૃતદેહોને પોસ્ટમોર્ટમની કાર્યવાહી માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે મૃતકો અને ઈજાગ્રસ્તની ઓળખ સહિતની વિગતો મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો અને સમગ્ર ઘટનાની વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

Tags :

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤