લોડ થઈ રહ્યું છે...
--:--:--

બનાસકાંઠા

BANASKANTHA NEWS: પાલનપુરમા બાઈક ઉપર પટકાયેલ નશાખોરના થેલામાં દારૂની થેલીઓ પોલીસની વર્ધી જોવા મળી

by

Thenewsdk

Updated: 23-07-2026, 08.16 AM

Follow us:

  • જૂના ટેલિફોન એક્ષચેન્જ પાસે રાત્રે પુર ઝડપે આવેલું નશાખોર નું બાઇક મેડિકલ સ્ટોરમાં ઘૂસી ગયું હતું
  • નશાખોર શખ્સનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં કુતૂહલ સર્જાયું

પાલનપુરમાં મોડી રાત્રે જુના ટેલીફોન એક્સચેન્જ નજીક પૂર ઝડપે પસાર થઇ રહેલી એક બાઇક મેડિકલ સ્ટોરમાં ઘૂસી જતાં બાઇક સવાર શખ્સ નીચે પડકાયો હતો જોકે ખાખી પેન્ટ પહેરેલ આ શખ્સને શરીર સ્થતીનું ભાન ન હતું અને તેની પાસે રહેલા થેલામાં દેશી દારૂની પોટલી ઓ તેમજ પોલીસની નેઇમ પ્લેટ વાળી વર્ધી જોવા મળી હતી.

જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું બનાવના પગલે દોડી આવેલ એક આ નશાખોરને તેની સાથે લઇ ગયો હતો.

FB IMG 1784774574885

પાલનપુરમાં જુના ટેલિફોન એક્સચેન્જ પાસે પ્રિન્સ પ્રજાપતિ નામનો યુવક રાત્રે 11/30 વાગ્યાની આસ પાસ
ઘરે જઇ રહ્યો હતો દરમ્યાન એક બાઈક પર સવાર નીચે પડેલી હાલતમાં જોવા મળતા આ યુગકને લાગ્યું ચક્કર આવ્યા છે.

જેને લઈ તેને બેસાડીને પાણી પીવડાવ્યું હતું બાદમાં ખબર પડી કે આ શખ્સ લતો ફૂલ દારૂના નશામાં છે તેની લઇ અહી લોકોમાં ટોળા એકઠા થયા હતા અને તેનો ફોન ચેક કરી તેની ફેમિલીનો સંર્પક કરવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ તેમનો ફોન બંધ આવતો હોય આ શખ્સની પીઠ પર લગાવેલ બેગ ચેક કરતાં નેઇમ પ્લેટ વાળી ગુજરાત પોલીસની વર્દી અને દારૂની થેલીઓ ભરેલી જોવા મળી હતી જોકે ટોળામાં સામેલ એક ઇસમ આ નશાખોર ને ઓળખતો હોવાનું જણાવી તેને હરીપુરા તરફ લઈ ગયો હતો.

જોકે ઘટના નો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આ નશાખોર શખ્સ સુ કોઈ પોલીસ કર્મી હોય તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવા તર્ક વિતર્કો કરાઇ રહ્યા છે.

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤