- ડાલામાં ફળ ફળાદીના કેરેટમાં સંતાડી રાખેલ રૂ.3.81 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો
- વિદેશી દારૂની હેરાફેરી કરનાર ડાલાના ચાલક સહિત બે શખ્સો ની અટકાયત કરાઇ
પાલનપુર પંથકમા ફરી એક વાત ફળોના કેરેટમાંવિદેશી દારૂની હેરાફેરી કરતું પિકઅપ ડાલું ઝડપાયું છે તાલુકા પોલીસની ટીમે બાતમીના આધારે અમદાવાદ હાઇવે પર એસબીપૂરા પાટિયા પાસે નાકાબંધી ગોઠવીને પાલનપુર તરફથી આવી રહેલા ડાલાને ઝડપી પાડયું હતું.
તેમાથી રૂ.3.81 લાખની કિંમતનો વિદેશી દારૂ મળી આવતા ડાલાના ચાલક સહિત બે શખ્સોની અટકાયત કરી તેમની વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો
પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ પ્રોહિબિશન ની કામગીરીને લઇ પેટ્રોલીંગમાં હતી દરમ્યાન ખાનગી બાતમી મળી હતી કે પાલનપુર અમદાવાદ હાઇવે પર વિદેશી દારૂ ભરેલું એક પિકઅપ ડાલુ પસાર થવાનું છે જેને લઇ એસબીપૂરા પાટિયા પાસે નાકાબંધી ગોઠવીને વાહન ચેકીંગ હાથ ધર્યું હતું.
જેમાં બાતમી વાળું ડાલું આવતા તેને ઉભુ રખાવી તેની તલાશી લેતા તેમા ફળોના કેરેટમાં સંતાડેલ રૂ.3.81 લાખની કિંમતનો જુદી જુદી બ્રાન્ડના વિદેશી દારૂની 909 બોટલ મળી આવતા પોલીસે ડાલા ચાલક શેઠુરામ ગોમારામ પાંચુરામ ગુર્જર રહે.નરસિંગબાસની જી. નાગોર અને પીન્ટુ ભેરુરામ લાલારામ ગુર્જર રહે. કોટરીયા જી. પાલી વાળાની દારૂ , ડાલું સહિતના કુલ.રૂ.8.96 લાખના મુદ્દામાલ સાથે અટકાયત કરી પકડાયેલા બે આરોપી તેમજ દારૂ ભરાવનાર બકસારામ ઉગરારામ કાસવાન રહે. ઇટાવાડા જી. નાગોર વાળા વિરૂદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.




Leave a Comment