- યુજીવીસીએલ દ્વારા પરિસ્થિતિ પણ કાબુ મેળવવામાં આવતા હાશકારો
પાલનપુર તાલુકાના ચડોતર ગામમાં વહેલી સવારે વરસાદી વાતાવરણ વચ્ચે વીજ કેબલમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વીજ થાંભલા પર લાગેલો કેબલમાં ધડાકાભેર બ્લાસ્ટ થવા લાગતા સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં યુજીવીસીએલની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધ હતી
પાલનપુર તાલુકાના ચડોતર ગામમાં વીજ થાંભલા પર વહેલી સવારે વીજ કેબલ અચાનક સળગી ઊઠ્યો હતો. અને કેબલમાં સતત ધડાકા સાથે બ્લાસ્ટ થતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતીબઆશરે બે કલાક સુધી કેબલ સળગતો રહ્યો હતો .
જેના કારણે સ્થાનિક લોકોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ઘટનાની જાણ સ્થાનિકો દ્વારા યુજીવીસીએલને જાણ કરવામાં આવતા વીજ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી વીજ પુરવઠો બંધ કરીને આગ પર કાબૂ મેળવ્યો અને વધુ નુકસાન ન થાય તે માટે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
જોકે આગ લાગવાની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ ન થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો જ્યારે ઘટનાને પગલે વિસ્તારમાં થોડા સમય માટે વીજ પુરવઠો પણ પ્રભાવિત થયો હતો.




Leave a Comment