ભારતીય રમતગમત જગત માટે ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ભારત સરકારે પ્રતિષ્ઠિત અર્જુન પુરસ્કાર 2026 માટે 17 ખેલાડીઓની પસંદગી કરી છે. દેશની સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિ અરુણ કુમાર મિશ્રાની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિની ભલામણોના આધારે રમતગમત મંત્રાલયે વિવિધ રમતગમત શ્રેણીઓમાં પુરસ્કારો માટે નામોની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે, કે આ વખતે અર્જુન એવોર્ડની યાદીમાં એક પણ ક્રિકેટરનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
અર્જુન એવોર્ડના 17 વિજેતાઓ
અર્જુન પુરસ્કાર માટે પસંદ કરાયેલા ખેલાડીઓમાં ચેસ વર્લ્ડ કપ વિજેતા દિવ્યા દેશમુખ, ગ્રાન્ડમાસ્ટર વિદિત ગુજરાતી, ડેકાથલોન અને હાઈ જમ્પના ખેલાડી તેજસ્વિન શંકર, બેડમિન્ટન સ્ટાર ગાયત્રી ગોપીચંદ અને તેમની ડબલ્સ પાર્ટનર ટ્રીસા જોલીનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત એથ્લેટિક્સમાં મોહમ્મદ અજમલ વી. અને પ્રિયંકા ગોસ્વામી, બોક્સિંગમાં નરેન્દ્ર, ડેફ શૂટિંગમાં ધનુષ શ્રીકાંત, હોકીમાં લાલરેમસિયામી અને રાજકુમાર પાલ, કબડ્ડીમાં સુર્જીત અને પૂજા, પેરા શૂટિંગમાં રુદ્રાંશ ખંડેલવાલ, પેરા એથ્લેટિક્સમાં એકતા ભ્યાન, રોઇંગમાં અરવિંદ સિંહ તથા શૂટિંગમાં અખિલ શ્યોરાણની પસંદગી કરવામાં આવી છે. ફૂટબોલમાં વિશિષ્ટ યોગદાન બદલ આઈ. અરુમનાયગમને અર્જુન પુરસ્કાર (લાઈફટાઈમ)થી સન્માનિત કરવામાં આવશે.




Leave a Comment