હવામાન વૈજ્ઞાનિકોના વિશ્લેષણ મુજબ પ્રશાંત મહાસાગર (Pacific Ocean) નું તાપમાન અત્યારે ખતરનાક સ્તરે વધી રહ્યું છે. અગાઉના વર્ષો, ખાસ કરીને 2015ના વિનાશક અલ-નિનોની સરખામણીએ હાલમાં મહાસાગરનું સપાટીનું તાપમાન 2.6 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આગામી મહિનાઓમાં આ તાપમાન વધીને 3.9 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.
વૈશ્વિક સ્તરે સરેરાશ તાપમાન પહેલેથી જ સામાન્ય કરતા 1.5 ડિગ્રી સેલ્સિયસ ઉપર ચાલી રહ્યું છે. જ્યારે પ્રશાંત મહાસાગરમાં આટલો મોટો તાપમાનનો ઉછાળો આવે છે, ત્યારે તે પૃથ્વીના વાતાવરણના પ્રવાહોને તદ્દન બદલી નાખે છે, જેના કારણે દુનિયાભરમાં દુષ્કાળ, પૂર અને અસહ્ય હીટવેવ જેવી વિપરીત પરિસ્થિતિઓ સર્જાય છે.
ભારતીય કૃષિ અને રવી પાક પર તોળાતી આફત
ભારત જેવા કૃષિપ્રધાન દેશ માટે આ આગાહી કોઈ મોટી વાવાઝોડા કે આફતથી કમ નથી. અલ-નિનોની આ ઘાતક અસર સીધી ભારતીય ચોમાસા (Monsoon) પર પડશે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ સિઝનમાં દેશમાં સામાન્ય કરતા માત્ર 90 ટકા જ વરસાદ થવાની આશંકા છે, જે છેલ્લા 11 વર્ષોમાં સૌથી ઓછો વરસાદ સાબિત થઈ શકે છે.
દેશના ખેડૂતો માટે આ સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે કારણ કે વરસાદની ઘટ અને સામાન્ય કરતા ૩ ડિગ્રી વધુ રહેનારું તાપમાન દેશના મુખ્ય પાકોને બરબાદ કરી શકે છે. માત્ર ખરીફ પાક જ નહીં, પરંતુ આગામી ‘રવી પાક’ (Rabi Crops) ના ઉત્પાદનને પણ આના લીધે મોટું માઠું ગ્રહણ લાગશે. ઘઉં, ચોખા, કઠોળ અને તેલીબિયાં જેવા પાકોનું ઉત્પાદન ઘટવાથી દેશના અન્ન ભંડારો પર અસર પડી શકે છે.
2027ની ગરમી તોડશે 2024ના તમામ રેકોર્ડ્સ
સામાન્ય રીતે અલ-નિનોની અસર 9 મહિનાથી લઈને એક વર્ષ સુધી રહેતી હોય છે. અગાઉ વર્ષ 2024માં દુનિયાભરમાં ભીષણ ગરમી અને રેકોર્ડબ્રેક હીટવેવ નોંધાઈ હતી,
જેના કારણે લાખો લોકો પ્રભાવિત થયા હતા. પરંતુ વૈજ્ઞાનિકોની નવી આગાહી કહે છે કે 2027માં હીટવેવનો પ્રકોપ 2024 કરતા પણ અનેકગણો વધુ ઘાતક અને અસહ્ય હશે. આ ગરમી પૃથ્વી પર માનવજીવન અને વન્યજીવન માટે ન સહન કરી શકાય એવી પરિસ્થિતિ પેદા કરશે.




Leave a Comment