લોડ થઈ રહ્યું છે...
--:--:--

લાઇફ સ્ટાઇલ

WHO Gestational Diabetes Guidelines Gujarati : પ્રેગ્નેન્ટ મહિલાઓએ ડિલિવરી પહેલા જાણવી જ જોઈએ આ હકીકત

by

Thenewsdk

Updated: 25-07-2026, 04.11 PM

Follow us:

વિશ્વભરમાં દર છઠ્ઠી પ્રેગ્નન્સીમાં હાઈ બ્લડ સુગર (ગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસ)ના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેનો અર્થ એ થાય છે કે, દર વર્ષે વિશ્વની આશરે 2.1 કરોડ મહિલાઓ આ ગંભીર સમસ્યાનો સામનો કરે છે.

આનું મુખ્ય કારણ એ હતું કે,દાયકાઓથી ડોકટરો ગર્ભાવસ્થામાં ડાયાબિટીસની સારવાર માટે પણ સામાન્ય ડાયાબિટીસની માર્ગદર્શિકા (ગાઈડલાઈન્સ) અનુસરતા હતા. જોકે, હવે આ મામલે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) એ મોટી રાહત આપી છે. નવી દિલ્હીના એક્સપર્ટે આ વિષય પર વિગતવાર માહિતી આપી છે.

WHOએ પ્રેગ્નન્સી ડાયાબિટીસ માટે પહેલીવાર જાહેર કરી ગાઈડલાઈન
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO) ઈતિહાસમાં પ્રથમ વખત ખાસ કરીને ગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસના મેનેજમેન્ટ માટે નવી ગાઈડલાઈન બહાર પાડી છે. જેમાં ડાયગ્નોસિસથી લઈને ડિલિવરી સુધીના દરેક તબક્કાને આવરી લેવામાં આવ્યા છે.

તેનો સ્પષ્ટ અર્થ એ છે કે, હવે ગર્ભાવસ્થાના ડાયાબિટીસને સામાન્ય ડાયાબિટીસની જેમ ટ્રીટ કરવામાં નહીં આવે. આ નવી ગાઈડલાઈન્સમાં ખાસ કરીને મધ્યમ અને ઓછી આવક ધરાવતા દેશોની ગરીબ મહિલાઓના સ્વાસ્થ્ય પર ભાર મૂકવામાં આવ્યો છે.

ભારતીય મહિલાઓમાં વધુ જોખમ
ભારત લાંબા સમયથી “વર્લ્ડ ડાયાબિટીસ કેપિટલ” તરીકે ઓળખાય છે. સામાન્ય ડાયાબિટીસ સિવાય ગર્ભાવસ્થા દરમિયાન થતા ડાયાબિટીસ—જેને ગેસ્ટેશનલ ડાયાબિટીસ મિલિટસ (GDM) કહેવાય છે. તે ભારતીય મહિલાઓમાં વૈશ્વિક સરેરાશ કરતા ઘણો વધારે જોવા મળે છે. આ પાછળના મુખ્ય કારણો:

  • અનુવાંશિકતા (જીનેટિક્સ)
  • વધતું વજન અને મેદસ્વિતા
  • શહેરી લાઈફસ્ટાઈલમાં શારીરિક પ્રવૃત્તિઓનો અભાવ
  • અગાઉથી જ શરીરમાં રહેલો ડાયાબિટીસ
  • ઘણી મહિલાઓ અજાણતા જ હોય છે ડાયાબિટીસથી પીડિત

મહિલાઓને ડિલિવરી સમયે આ વાતની જાણ જ નથી હોતી
ઘણી મહિલાઓને તેમની પ્રથમ ડિલિવરી પહેલાથી જ ડાયાબિટીસ હોય છે પરંતુ, સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારીના કારણે તેમને તેની જાણ હોતી નથી. આવા કિસ્સામાં વધેલા બ્લડ સુગરને ગર્ભાવસ્થાની સામાન્ય સમસ્યા માની લેવાય છે, જ્યારે હકીકતમાં તે પહેલેથી જ હાજર ડાયાબિટીસ હોઈ શકે છે,

જેના માટે ત્વરિત અલગ સારવારની જરૂર હોય છે. WHOની નવી ગાઈડલાઈન દ્વારા “ગર્ભાવસ્થા દરમિયાન વિકસિત થયેલો ડાયાબિટીસ” અને “પહેલેથી જ હાજર પણ ગર્ભાવસ્થામાં સામે આવેલો ડાયાબિટીસ” આ બંને વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરવામાં આવ્યો છે.

બ્લડ સુગરનું સ્તર વધે ત્યારે શું થાય છે?
ગર્ભાવસ્થા દરમિયાન જો બ્લડ સુગર કંટ્રોલ બહાર (હાઈપરગ્લાયસીમિયા) થઈ જાય, તો તેને ક્યારેય સામાન્ય ગણી શકાય નહીં.

  • માતા પર અસર: આનાથી પ્રી-એક્લેમ્પસિયા (હાઈ બ્લડ પ્રેશરની ગંભીર સ્થિતિ) નું જોખમ વધી જાય છે.
  • બાળક પર અસર: ડેડ બેબી બોર્ન (સ્ટીલબર્થ) ની શક્યતા વધે છે. બાળકના શરીરનું કદ સામાન્ય કરતા વધી જાય છે, જેનાથી ડિલિવરી ખૂબ જ જટિલ બને છે અને જન્મ સમયે બાળકને ઈજા થવાનું જોખમ રહે છે.
  • નવજાત શિશુ માટે જોખમ: જન્મના થોડા જ કલાકોમાં નવજાત શિશુનું બ્લડ સુગર લેવલ ખતરનાક રીતે ઘટી પણ શકે છે.

ડિલિવરી પછી પણ ખતમ નથી થતું જોખમ
આ બાબતની અસર માત્ર બાળકના જન્મ સાથે પૂરી થતી નથી. ગર્ભાવસ્થામાં ડાયાબિટીસ થયો હોય તેવી મહિલાઓને ભવિષ્યમાં ટાઈપ-2 ડાયાબિટીસ થવાનું જોખમ ઘણું વધારે રહે છે. આ ઉપરાંત, તેમના બાળકોમાં પણ આગળ જતાં મેટાબોલિક (ચયાપચયને લગતી) બીમારીઓ થવાનું જોખમ બનેલું રહે છે.

ગર્ભવતી મહિલાઓ માટે મહત્વનો સંદેશ
ગર્ભાવસ્થા દરમિયાન ગ્લુકોઝ ટેસ્ટ કરાવવો એ માત્ર એક ફોર્માલિટી કે ઔપચારિકતા નથી જેને અવગણી શકાય. તેનો અર્થ એ પણ નથી કે મહિલા આખી જિંદગી ડાયાબિટીસથી પીડાશે. સંદેશ માત્ર એટલો જ છે કે ગર્ભાવસ્થા દરમિયાન અને ડિલિવરી પછી પણ વર્ષો સુધી ડોક્ટર પાસે નિયમિત ચેકઅપ લેતા રહેવું જરૂરી છે,

જેથી માતા અને બાળકના ભવિષ્યના સ્વાસ્થ્યની યોગ્ય સંભાળ રાખી શકાય.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤