HOME

stories

STORIES

google-news

FOLLOW

FOLLOW

JOIN

New Meta AI Feature: WhatsApp AI યુઝર્સનું વ્યાકરણ, ટાઇપિંગ મિસ્ટેક અને કહેવાનો અંદાજ સુધારશે

Avatar photo
Updated: 14-08-2025, 02.08 PM

Follow us:

વોટ્સએપ હાલમાં નવા ફીચર પર કામ કરી રહ્યું છે. જેને રાઇટિંગ હેલ્પ ફીચર કહેવામાં આવી રહ્યું છે. યુઝરના મેસેજની ગુણવત્તા સુધારવા માટેનું આ ટૂલ છે. આ ટૂલની મદદથી યુઝર તેના મેસેજને વધુ સારી રીતે કેવી રીતે કહી શકે એ સૂચવવામાં આવશે. તેમ જ વ્યાકરણ, ટાઇપિંગ મિસ્ટેક અને કહેવાનો અંદાજ સુધારવા માટે પણ મદદ કરશે. આ ફીચર હાલમાં એન્ડ્રોઇડના બીટા વર્ઝનમાં જોવા મળ્યું છે.

મેટા AIને મોકલવામાં આવશે આ મેસેજ
રાઈટિંગ હેલ્પ ફીચર મેટાની પ્રાયવેટ પ્રોસેસિંગ ટૅક્નોલૉજીની મદદથી કામ કરશે. આ મેસેજને પ્રાયવેટ એટલે કે ઇન્ક્રિપ્શનના આધારે મેટા AIને મોકલવામાં આવશે. ત્યાર બાદ એ મેસેજમાં સુધારા કરશે અને યુઝરને સૂચવશે. જોકે આ મેસેજને કોઈ વાંચી ન શકે અને એ કોની પાસેથી મોકલવામાં આવ્યો હતો એને ટ્રેક પણ નહીં કરી શકાય. મેટા દ્વારા પણ એ કહી દેવામાં આવ્યું છે કે આ ફીચરનો ઉપયોગ કરતી વખતે મેટા કોઈ ડેટા કે માહિતીને સ્ટોર નહીં કરે. આ સાથે AI સૂચન ત્યારે જ આવશે જ્યારે યુઝર દ્વારા એ ફીચરને ચાલુ કરવામાં આવ્યું હોય.

અલગ-અલગ પ્રકારના વિકલ્પ મળશે યુઝરને
યુઝર જ્યારે ટાઇપિંગ બોક્સમાં થોડા શબ્દોને ટાઇપ કરશે ત્યાર બાદ સ્ટિકર આઇકનની જગ્યાએ એક નાનકડી પેનનો સિમ્બોલ જોવા મળશે. એના પર ક્લિક કરતાં મેસેજ મેટા AIને પહોંચી જશે અને ત્યાર બાદ યુઝરને અલગ-અલગ સૂચન મળશે. યુઝરને ત્રણ પ્રકારના વિકલ્પ આપવામાં આવશે. એમાં પ્રોફેશનલ, ફની, સપોર્ટિવ, પ્રૂફરીડ અથવા તો રીફ્રેઝ જેવા ઘણાં વિકલ્પ છે એમાંથી પસંદ કરી શકાય છે. યુઝર કોઈ પણ એકને પસંદ કરી શકે છે અને ત્યાર બાદ એને એડિટ પણ કરી શકશે. આ મેસેજ જેને મોકલવામાં આવ્યો છે એને બિલકુલ પણ જાણ નહીં થાય કે યુઝર દ્વારા AIનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.