વૈભવ સૂર્યવંશીએ પોતે જ વિનંતી કરીને પોતાના કોચ મનીષ ઓઝાને પટનાથી નાગપુર બોલાવ્યા હતા. 6 દિવસ સુધી ચાલેલી આ ટ્રેનિંગ દરમિયાન ટેક્નિક કરતાં પણ વધુ સમય સુધી ક્રિઝ પર ટકી રહેવાની માનસિકતા કેળવવા પર ધ્યાન આપવામાં આવ્યું હતું.
કોચ ઓઝાએ જણાવ્યું કે, “ટી-20માં વૈભવની શૈલી અલગ છે, પરંતુ હવે ભારતીય ટીમ મેનેજમેન્ટ તેને રેડ બોલમાં પણ જોઈ રહ્યું છે.
તેથી તેને દુલિપ ટ્રોફીની ટીમમાં સ્થાન મળ્યું છે અને ઝોનનો વાઇસ કેપ્ટન પણ બનાવાયો છે.” ટ્રેનિંગ દરમિયાન લંચ પહેલાં, લંચથી ટી-ટાઇમ અને દિવસના છેલ્લા સેશન મુજબ બેટિંગ કરવાની ખાસ વ્યૂહરચના શીખવવામાં આવી છે.
90 ઓવર ક્રીઝ પર ટકી જવાની તૈયારી
કોચ મનીષ ઓઝાના જણાવ્યા મુજબ, રેડ બોલ ક્રિકેટનો અર્થ એ નથી કે પોતાના સ્વાભાવિક શોટ્સ રમવાનું બંધ કરી દેવું. વૈભવને સમજાવવામાં આવ્યું છે કે યોગ્ય બોલની રાહ
જોવી, સારા બોલને છોડી દેવો અથવા સન્માન આપવું અને જ્યારે લૂઝ બોલ મળે ત્યારે રન બનાવવાની તક ચૂકવી નહીં. સૌથી મોટો પડકાર 90 ઓવર સુધી ક્રિઝ પર ટકી રહેવાનો છે. લાંબા સમય સુધી એકાગ્રતા જાળવી રાખવી અને મેચની પરિસ્થિતિ મુજબ બેટિંગ કરવી તે આ ફોર્મેટની મુખ્ય જરૂરિયાત છે.
90 ઓવર રમશે તો ત્રિપલ સેન્ચુરી ફટકારી શકે છે: કોચનો દાવો
વૈભવ અંગે વાત કરતાં તેના કોચે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે ચમક્યા બાદ અને ઝિમ્બાબ્વે પ્રવાસમાં ‘પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’ બન્યા છતાં વૈભવમાં કોઈ ઘમંડ આવ્યો નથી. તે આજે પણ 15 વર્ષનો બાળક જ છે અને શીખવા માટે તત્પર રહે છે.
દુલિપ ટ્રોફીમાં વૈભવની બેટિંગ અંગે કોચ મનીષ ઓઝાએ દાવો કર્યો છે કે, જો વૈભવ 90 ઓવર સુધી ટકી ગયો તો તે રેડ બોલ ક્રિકેટમાં ત્રિપલ સેન્ચુરી (300 રન) પણ ફટકારી શકે છે. તે માટે તેણે ધૈર્ય રાખવું પડશે અને દરેક બોલ પર હિટ કરવાનો પ્રયાસ કરવાને બદલે સેશન-દર-સેશન પોતાની ઈનિંગ્સ આગળ ધપાવવી પડશે.




Leave a Comment