ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વન-ડે શ્રેણીની પ્રથમ મેચ આજે એજબેસ્ટન, બર્મિંગહામ ખાતે રમાશે. મેચ પહેલાં ઈંગ્લેન્ડે પોતાની પ્લેઇંગ ઈલેવન જાહેર કરી દીધી છે, જ્યારે ભારતીય ટીમમાં પણ કેટલાક મહત્વના ફેરફારો જોવા મળી શકે છે.
જોસ બટલર રમશે કારકિર્દીની 200મી વન-ડે
ઈંગ્લેન્ડ માટે આ મેચ ખાસ રહેશે કારણ કે વિકેટકીપર-બેટ્સમેન જોસ બટલર પોતાની કારકિર્દીની 200મી વન-ડે રમશે. બટલરે 21 ફેબ્રુઆરી 2012ના રોજ પાકિસ્તાન સામે વન-ડે ડેબ્યૂ કર્યું હતું અને અત્યાર સુધીમાં 5,515 રન, 11 સદી અને 29 અડધી સદી ફટકારી છે.
જેકબ બેથેલ કરશે ઓપનિંગ
હેરી બ્રુકની આગેવાની હેઠળની ઈંગ્લેન્ડ ટીમે યુવા બેટ્સમેન જેકબ બેથેલને બેન ડકેટ સાથે ઓપનિંગ કરવાની જવાબદારી સોંપી છે. બેથેલ તાજેતરના સમયમાં ડકેટનો પાંચમો ઓપનિંગ પાર્ટનર બનશે. ભારતની મજબૂત બેટિંગ લાઇનઅપને ધ્યાનમાં રાખીને ઈંગ્લેન્ડે સ્પિન-કેન્દ્રિત બોલિંગ સંયોજન પસંદ કર્યું છે, જેમાં વિલ જેક્સ, લિયામ ડોસન અને આદિલ રશીદનો સમાવેશ થાય છે.
જોફ્રા આર્ચરની વાપસી
ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર નવેમ્બર બાદ પ્રથમ વખત ઈંગ્લેન્ડની વન-ડે ટીમમાં પરત ફર્યો છે. તે ફાસ્ટ બોલિંગ વિભાગમાં જોશ ટંગ સાથે નવી બોલની જવાબદારી સંભાળશે. જ્યારે ગુસ એટકિન્સનને પ્લેઇંગ ઈલેવનમાં સ્થાન મળ્યું નથી.
વન-ડે શ્રેણીનું શેડ્યૂલ
પ્રથમ વન-ડે એજબેસ્ટનમાં રમાશે. ત્યારબાદ, બીજી મેચ 16 જુલાઈએ કાર્ડિફ અને ત્રીજી તથા અંતિમ વન-ડે 19 જુલાઈએ લોર્ડ્સ ખાતે રમાશે.
ભારતની સંભવિત પ્લેઇંગ ઈલેવનમાં ફેરફારની શક્યતા
ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલની આગેવાનીમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલ જેવા અનુભવી ખેલાડીઓ મેદાનમાં ઉતરશે. ટીમ મેનેજમેન્ટ પ્લેઇંગ ઈલેવનમાં કેટલાક ફેરફારો કરી શકે છે.
ENG vs IND 1લી ODI: બંને ટીમોની સંભવિત પ્લેઇંગ 11:
ઈંગ્લેન્ડની પ્લેઇંગ ઈલેવન
જેકબ બેથેલ, બેન ડકેટ, જો રૂટ, હેરી બ્રુક (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), સેમ કુરન, વિલ જેક્સ, જોફ્રા આર્ચર, લિયામ ડોસન, જોશ ટંગ અને આદિલ રશીદ.
ભારતની સંભવિત પ્લેઇંગ ઈલેવન
શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (ઉપ-કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, ગુરનૂર બરાર અને અર્શદીપ સિંહ.




Leave a Comment