વરસાદની ઋતુમાં ગરમી અને ભેજને કારણે પરસેવો ઝડપથી સુકાતો નથી. આ સિવાય ત્વચાનું કુદરતી તેલ એટલે કે ‘સીબમ’ પણ ત્વચાની સપાટી પર લાંબો સમય ટકી રહે છે. જ્યારે આ પરસેવો અને તેલ ત્વચા પર જમા થયેલી ધૂળ, મેકઅપ અને પ્રદૂષણ સાથે ભળે છે.
ત્યારે પોર્સ બંધ થઈ જાય છે અને પિમ્પલ્સ કે એક્નેની સમસ્યા વધી જાય છે. અહીં એ સમજવું જરૂરી છે કે તેલ (ઓઈલ) અને પાણી (હાઈડ્રેશન) બંને અલગ બાબતો છે. ત્વચા ઉપરથી ઓઈલી દેખાઈ શકે છે, પરંતુ અંદરથી ડ્રાય, ખેંચાયેલી કે સંવેદનશીલ હોઈ શકે છે.
શું વારંવાર ચહેરો ધોવાથી સમસ્યા વધી શકે છે?
ચહેરો ચીકણો લાગે ત્યારે તેને વારંવાર ધોવાનું મન થાય છે, પરંતુ આવું કરવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. વારંવાર ચહેરો ધોવાથી ત્વચાનું કુદરતી તેલ નીકળી જાય છે અને સ્કિન બેરિયર (ત્વચાનું રક્ષણાત્મક પડ) નબળું પડે છે. ડર્મેટોલોજિસ્ટના જણાવ્યા અનુસાર, ચીકાશ દૂર કરવા માટે વારંવાર ફેસવોશ કરવાથી ત્વચામાં બળતરા, શુષ્કતા (ડ્રાયનેસ) અને ડીહાઈડ્રેશનની સમસ્યા વધી શકે છે. તેથી દિવસમાં 2થી 3 વારથી વધુ ચહેરો ધોવાનું ટાળવું જોઈએ.
ACમાં રહેવાથી પણ વધી શકે છે તકલીફ
ચોમાસામાં આપણે વારંવાર વાતાવરણ બદલીએ છીએ. બહારના ગરમ અને ભેજવાળા વાતાવરણમાંથી અચાનક ACવાળા ઘર, કાર કે ઓફિસમાં જવાથી ત્વચાના ભેજના સંતુલન પર ખરાબ અસર પડે છે. ACની સૂકી હવા ત્વચામાંથી ભેજ છીનવી લે છે, જેનાથી ત્વચા વધુ સંવેદનશીલ બની જાય છે.




Leave a Comment