મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) ના વડા તુકારામ મુંઢે દ્વારા બોલીવુડના સુપરસ્ટાર્સ શાહરૂખ ખાન, અજય દેવગણ અને ટાઇગર શ્રોફને એક ૯-પેજની ગંભીર શૉ-કોઝ (કારણ દર્શાવો) નોટિસ ફટકારવામાં આવી છે. વર્ષ 2024માં આ ત્રણેય કલાકારો ‘વિમલ’ કંપનીની ઇલાયચીની જાહેરાતમાં સાથે જોવા મળ્યા હતા.
FDAના જણાવ્યા મુજબ, આ જાહેરાત દ્વારા રાજ્યમાં પ્રતિબંધિત એવા ‘વિમલ પાન મસાલા’ નું અપ્રત્યક્ષ એટલે કે સરોગેટ પ્રમોશન (Surrogate Advertising) કરવામાં આવી રહ્યું હોવાની પ્રાથમિક દ્રષ્ટિએ પ્રતીતિ થાય છે.
આ નોટિસમાં સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે, કલાકારો તાત્કાલિક આ કેમ્પેઈનમાંથી ખસી જાય, પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પરથી તમામ પ્રમોશનલ કન્ટેન્ટ હટાવી લે અને 15 દિવસમાં સત્તાવાર જવાબ રજૂ કરે.
ગ્રાહકોને ગેરમાર્ગે દોરવાની આશંકા અને મુંઢેના નિર્દેશો
નોટિસમાં દાવો કરાયો છે કે, જાહેરાતમાં ‘વિમલ ઇલાયચી’ શબ્દનો પ્રયોગ એવી રીતે કરવામાં આવ્યો છે જે પ્રતિબંધિત પાન મસાલા બ્રાન્ડ સાથે સીધો સંબંધ ઊભો કરે છે. મહારાષ્ટ્રમાં પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન અને વેચાણ પર કાયદાકીય પ્રતિબંધ છે.
તુકારામ મુંઢેએ જણાવ્યું છે કે, જો ઇલાયચીના નામે પાન મસાલા કે તમાકુ બ્રાન્ડની ઓળખ જાળવી રાખવાનો પ્રયાસ થાય, તો તે ગ્રાહકોને ગેરમાર્ગે દોરે છે. આ જ કારણે FDA એ કલાકારો પાસે તેમના એન્ડોર્સમેન્ટ કરારની નકલો, પેમેન્ટની વિગતો અને ઝુંબેશ સંબંધિત તમામ દસ્તાવેજો મંગાવ્યા છે.
શાહરૂખ ખાન અને અજય દેવગણના જૂના તર્કો વાયરલ કાર્યવાહી બાદ સ્વાસ્થ્ય માટે હાનિકારક ઉત્પાદનોના પ્રચાર પર કલાકારોના જૂના બયાન ફરી ચર્ચામાં આવ્યા છે.
- શાહરૂખ ખાનનો તર્ક: એક ઇન્ટરવ્યુમાં શાહરૂખે કહ્યું હતું કે, “જો સિગરેટ, સોફ્ટ ડ્રિંક્સ કે પાન મસાલા સ્વાસ્થ્ય માટે ખરાબ હોય, તો સરકારે તેના ઉત્પાદન અને વેચાણ પર જ સંપૂર્ણ રોક લગાવવી જોઈએ.” તેમણે ઉમેર્યું હતું કે સરકાર પોતે ટેક્સ અને રેવેન્યુ કમાવા માટે ઉત્પાદન બંધ કરતી નથી, તો કલાકારોની કમાણી પર રોક કેમ લગાવવી જોઈએ?
- અજય દેવગણનો દાવો: અજય દેવગણે 2022માં સ્પષ્ટતા કરી હતી કે, તેઓ માત્ર ‘ઇલાયચી’ નો જ પ્રચાર કરે છે. તેમણે પણ શાહરૂખના સુરમાં સુર પુરાવતા કહ્યું હતું કે, કોઈ પ્રોડક્ટ વાપરવી કે નહીં તે વ્યક્તિની અંગત પસંદગી છે, પરંતુ જો પ્રોડક્ટ ખરેખર હાનિકારક હોય તો તેનું ઉત્પાદન જ અટકાવવું જોઈએ.
સરોગેટ જાહેરાતો બદલ કયા કાયદા હેઠળ શું દંડ થઈ શકે?
સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA), કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ (FSSAI) હેઠળ ગેરમાર્ગે દોરતી જાહેરાતો માટે કડક જોગવાઈઓ છે:




Leave a Comment