લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

Jantar Mantar Protest News : જંતર-મંતર પર ફરી હંગામો! અભિજિત દીપકે પર શાહી ફેંકાઈ, થપ્પડ મારવાનો પ્રયાસ

by

Thenewsdk

Updated: 18-07-2026, 06.55 PM

Follow us:

દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહેલા આંદોલન દરમિયાન ફરી એકવાર ભારે હોબાળો મચ્યો છે. ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ના સ્થાપક અભિજિત દીપકે પર એક મહિલાએ શાહી ફેંકી હોવાનો અને થપ્પડ મારવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ સામે આવ્યો છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે ઘટનાસ્થળે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

વાતચીત દરમિયાન અચાનક હુમલો
મળતી માહિતી મુજબ, અભિજિત દીપકે પોતાના સમર્થકો સાથે વાતચીત કરી રહ્યા હતા, ત્યારે એક મહિલા અચાનક તેમની નજીક પહોંચી અને તેમના પર શાહી ફેંકી દીધી. આરોપ છે, કે ત્યારબાદ મહિલાએ તેમને થપ્પડ મારવાનો પણ પ્રયાસ કર્યો હતો. જો, કે સ્થળ પર હાજર વોલન્ટિયર્સે તાત્કાલિક દખલ કરીને મહિલાને કાબૂમાં લઈ લીધી હતી.

સોનમ વાંગચુક બાદ દીપકેએ શરૂ કરી ભૂખ હડતાળ
શનિવારે સવારે દિલ્હી પોલીસે 21 દિવસથી અનશન પર બેઠેલા પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી સફદરજંગ હોસ્પિટલ ખસેડ્યા હતા. ત્યારબાદ અભિજિત દીપકે આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી અને પોતે અનિશ્ચિતકાલીન ભૂખ હડતાળ પર બેઠા છે. તેમની સાથે ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન (AISA)ના કાર્યકર્તાઓ નેહા, આમીન અને મનીષ પણ ઉપવાસ પર બેઠા છે.

શા માટે ચાલી રહ્યું છે આંદોલન?
આંદોલન NEET પરીક્ષામાં થયેલી કથિત ગેરરીતિઓ અને તેના કારણે વિદ્યાર્થીઓને થયેલા કથિત અન્યાયના વિરોધમાં ચાલી રહ્યું છે. સોનમ વાંગચુક 28 જૂનથી આંદોલનને સમર્થન આપતા ભૂખ હડતાળ પર હતા. તેમની તબિયત બગડતાં દિલ્હી પોલીસે હાઈકોર્ટના નિર્દેશ અને ડોક્ટરોની સલાહના આધારે તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા છે.

પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે મતભેદ
દિલ્હી પોલીસે પ્રદર્શનકારીઓને જંતર-મંતર ખાલી કરવાની અપીલ કરી છે. બીજી તરફ, અભિજિત દીપકે અગાઉ પોલીસ પર મારપીટ અને ગેરકાયદે કસ્ટડીમાં લેવાનો આરોપ લગાવ્યો હતો. હવે શાહી ફેંકવાની નવી ઘટનાએ સમગ્ર મામલાને વધુ ગરમાવી દીધો છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤