લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

Ahmedabad News : PSI ભરત પંડ્યા પર નશામાં ડ્રાઇવિંગનો આરોપ! ત્રાગડ પાસે કાર અથડાઈ, દારૂની બોટલ મળી; પોલીસ કસ્ટડીમાં

by

Thenewsdk

Updated: 05-10-2026, 11.06 AM

Follow us:

અમદાવાદમાં પોલીસ કર્મચારીના નશાની હાલતમાં વાહન ચલાવવાના આરોપથી ચકચાર મચી છે. એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ મથકમાં ફરજ બજાવતા PSI ભરત પંડ્યાએ સાબરમતી વિસ્તારમાં કથિત રીતે દારૂના નશામાં કાર હંકારી અકસ્માત સર્જ્યો હતો.

અકસ્માત બાદ સ્થાનિક લોકોએ PSIને ઘેરી લેતાં સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો. જાણ થતાં સાબરમતી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી PSI ભરત પંડ્યા અને તેમની કારને કસ્ટડીમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

કારની ડેકીમાંથી દારૂની બોટલ મળી

મળતી માહિતી મુજબ, રિંગ રોડ આસપાસના વિસ્તારમાં રહેતા અને હાલમાં એમ ડિવિઝન ટ્રાફિકમાં વિશાલા બીટના ઈનચાર્જ તરીકે ફરજ બજાવતા PSI ભરત પંડ્યાએ સાબરમતી વિસ્તારમાં અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત બાદ આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા અને PSIને ઘેરી લીધો હતો.

આ દરમિયાન સ્થાનિકોએ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. લોકો દ્વારા તેમની કારની તપાસ કરવામાં આવતાં ડેકીમાંથી દારૂની બોટલ મળી આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ત્યારબાદ સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં સાબરમતી પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે PSI ભરત પંડ્યા તેમજ તેમની કારને કસ્ટડીમાં લઈ સમગ્ર મામલે કાર્યવાહી શરૂ કરી છે.

PSI ભરત પંડ્યા અગાઉ પણ વિવાદમાં

PSI ભરત પંડ્યા અગાઉ પણ વિવાદોમાં સપડાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અગાઉ તેઓ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા ત્યારે નશાની હાલતમાં વાહન ચલાવી કેટલીક લારીઓ ઊંધી વાળી દીધી હોવાના આક્ષેપો સાથેનો વીડિયો વાયરલ થયો હતો.

આ ઉપરાંત, થોડા સમય પહેલાં તેમના બીટમાં ફરજ બજાવતા એક TRB જવાને ફરજ દરમિયાન રિપોર્ટ કર્યો હતો. આ મામલે PSIએ જવાનને માર મારવાની ધમકી આપી હોવાનો આક્ષેપ થયો હતો. ધમકીના આ મામલે TRB જવાને PSI ભરત પંડ્યા વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી હતી.

હાલ સાબરમતી વિસ્તારમાં બનેલી આ ઘટનાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤