લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

Maliya Kandla : હાઈવે પર બેફામ ટ્રકનો કહેર! 25 પશુઓનાં મોત, 30 ઘેટાં-બકરાં ઈજાગ્રસ્ત; ચાલક ફરાર

by

Thenewsdk

Updated: 08-10-2026, 03.34 PM

Follow us:

કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલા જંગી ગામના વતની અને માલધારી યુવાન વિભાભાઈ રબારી પોતાના ઘેટાં-બકરાના ટોળાને લઈને ચરાણ અને સ્થળાંતર અર્થે માળીયા-કંડલા હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન જીઓ પેટ્રોલ પંપ નજીક અચાનક આવેલી ટ્રકે સમગ્ર ટોળાને પોતાની અડફેટે લઈ લીધું હતું.

પોતાની રોજીરોટી અને આજીવિકા સમાન અબોલ પશુઓને પોતાની નજર સામે જ રક્તરંજીત હાલતમાં તરફડતા જોઈને માલધારી યુવાન સ્તબ્ધ થઈ ગયા હતા. આ અકસ્માતને કારણે પશુપાલકને અંદાજે 65 હજારથી પણ વધુનું સીધું મોટું આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.

30થી વધુ પશુઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત
ટ્રકની ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતમાં 25 પશુઓના સ્થળ પર જ મોત થવા ઉપરાંત અન્ય 30 જેટલા ઘેટાં-બકરા ગંભીર રીતે ઘવાયા હતા. અકસ્માત સર્જાયા બાદ હાઈવે પર પશુઓની ચીસિયારીઓ મચી ગઈ હતી અને નાસભાગ સર્જાઈ હતી.

આ ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક નાગરિકો, વાહનચાલકો અને અન્ય માલધારીઓ મદદ માટે દોડી આવ્યા હતા. લોહીલુહાણ થયેલા અને કણસતા ઈજાગ્રસ્ત પશુઓને રસ્તા પરથી બાજુએ ખસેડીને તાત્કાલિક ધોરણે પાણી અને પ્રાથમિક તબીબી સારવાર પૂરી પાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

રાજસ્થાનનો ટ્રક ચાલક વાહન છોડી ફરાર
નિર્દોષ પશુઓને કચડીને અકસ્માત સર્જ્યા બાદ નિર્દય ટ્રક ચાલક પોતાના વાહન સાથે ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો. આ મામલે જંગી ગામના રહીશ અને માલધારી વિભાભાઈ રબારીએ માળીયા મિયાણા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤